તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Government Will Now Also Make Sputnik V Available For Free, Using The Cold Chain Facility Used For The Polio Vaccine.

નવી જાહેરાત:સરકાર હવે સ્પૂતનિક-Vને પણ ફ્રીમાં ઉપલબ્ધ કરાવશે, પોલીયો વેક્સિન માટે કામમાં લેવાતી કોલ્ડ ચેન ફેસેલિટીનો ઉપયોગ કરાશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-Vને (-18) ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવી જરૂરી છે

દેશમાં કોરોના મહામારી પર કાબુ મેળવવા માટે લોકોનું ઝડપથી રસીકરણ કરવામાં આવી રહ્યું છે. રસીકરણ કેન્દ્ર પર હાલ કોવીલ્ડ અને કોવેક્સિન જ ઉપલબ્ધ છે. સરકારી રસીકરણ કેન્દ્ર પર ઝડપથી રશિયાની વેક્સિન સ્પૂતનિક-V પણ ફ્રીમાં ઉપલબ્ધ થશે. આ વેક્સિનના સ્ટોરેજ માટે પોલીયો વેક્સિન રાખવા માટે કામમાં લેવાતી કોલ્ડ ચેન ફેસેલિટીનો ઉપયોગ કરવામાં આવશે.

હાલ સ્પૂતનિક-V માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ
કોવિડ-19 કાર્ય સમુહના અધ્યક્ષ ડો.એન કે અરોડાએ જણાવ્યું કે રસીકરણ કેન્દ્રો પર સ્પૂતનિક-V વેક્સિન ફ્રીમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે હાલ સ્પૂતનિક-V માત્ર ખાનગી હોસ્પિટલોમાં જ ઉપલબ્ધ છે. અમે તેને અમારા ફ્રી રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ, જોકે તે વેક્સિનના સપ્લાઈ પર આધારિત રહેશે.

રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-Vને (-18) ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર સ્ટોર કરવાની હોય છે. અરોડાએ કહ્યું કે પોલીયો વેક્સિન રાખવા માટે કામમાં લેવાતી કોલ્ડ ચેન ફેસેલિટીનો સ્પૂતનિક-V સ્ટોર કરવા માટે ઉપયોગ કરવામાં આવશે. તેનાથી એ પણ સુનિશ્ચિત થશે કે વેક્સિન દેશના ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચશે.

જુલાઈના અંત સુધીમાં લાગી જશે 50 કરોડ ડોઝઃ ડો.અરોડા
ડો.અરોડાએ જણાવ્યું કે પોલિયોના રસીકરણના પગલે કેટલાક વિસ્તારોમાં કોવિડ વેક્સિનેશનની ગતિ ધીમી પડી છે. કોવિડ વેક્સિનેશન પ્રોગ્રામ આગામી સપ્તાહમાં સ્ટ્રીમલાઈન થઈ જશે. ડો.અરડોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 34 કરોડ ડોઝ લગાવવામાં આવ્યા છે. ડો.અરોડાએ જુલાઈના અંત સુધીમાં 12થી 16 કરોડ ડોઝ બીજા લાગવાની શકયતા વ્યક્ત કરી છે. ડો.અરોડાએ જુલાઈના અંત સુધીમાં 12થી 16 કરોડ ડોઝ બીજા લાગવાની શકયતા વ્યક્ત કરી છે. જાન્યુઆરીમાં કેન્દ્રએ કહ્યું હતું કે જુલાઈના અંત સુધીમાં લગભગ 50 કરોડ ડોઝ લગાવી દેવામાં આવશે, જેથી પ્રાથમિકતાવાળા સમુહોને કવર કરી શકાય.

રોજ એક કરોડ વેક્સિનનું લક્ષ્ય
ડો.એન કે અરોડાએ જણાવ્યું કે વેક્સિન સપ્લાઈમાં મોટો હિસ્સો કોવીશીલ્ડ અને કોવેક્સિનનો છે. આ બે વેક્સિનનું પ્રોડક્શન વધારવા સિવાય સ્પૂતનિક-V વેક્સિનનું આવુ અને મોર્ડના અને ઝાયડસ કેડિલાની નવી વેક્સિનના રોલઆઉટ ડેલી કવરેજને 50 લાખથી વધારીને આવનારા સપ્તાહમાં 80 લાખથી 1 કરોડ સુધી કરવામાં આવી શકે છે.

ત્રીજી લહેરને ડેલ્ટા પ્લસ સાથે જોડવાની ઉતાવળ
સરકારનું લક્ષ્ય આ વર્ષના અંત સુધી 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ(લગભગ 93 કરોડ)નું રસીકરણ કરાવવાનું છે. ડો.અરોડાએ કહ્યું કે ICMRના તાજેતરના રિપોર્ટમાં આગામી વર્ષે ફેબ્રુઆરી કે માર્ચ સુધી ત્રીજી લહેર આવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ સંજોગોમાં દેશની પાસે 8 મહિનાનો સમય છે. તેમણે કહ્યું કે ત્રીજી લહેરની શક્યતાને ડેલ્ટા વેરિઅન્ટ સાથે જોડીને જોવી તે ઉતાવળ ગણાશે. ભારતમાં હાલ આ વેરિઅન્ટના 52 કેસ પ્રકાશમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...