ઑનલાઇન બિઝનેસ:દિલ્હીના વેપારીઓ ઑનલાઇન બિઝનેસ કરી શકે એ માટે સરકાર પોર્ટલ બનાવશે

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના તમામ મુખ્ય બજારોની દુકાનો આ પોર્ટલ પર હશે

દિલ્હી સરકારે દિલ્હીના નાના વેપારીઓ માટે દિવાળી નિમિત્તે એક સુંદર યોજના જાહેર કરી છે. દિલ્હી સરકાર અહીંના મુખ્ય બજારોને વૈશ્વિક સ્તરે લઈ જવાની દિશામાં કામ કરવા જઈ રહી છે. દિલ્હી સરકાર ‘દિલ્હી બાજાર’ નામે એક પોર્ટલ તૈયાર કરી રહી છે, જ્યાં રાજધાનીના તમામ નાના-મોટા વેપારીઓ પોતાની પ્રોડક્ટ્સ ડિસ્પ્લે કરીને દુનિયાભરમાં વેચી શકશે.

આ પોર્ટલ પર દિલ્હીના તમામ વેપારીઓની ચીજવસ્તુઓ મોબાઈલ ફોન કે કમ્પ્યુટરમાં જોઈ શકાશે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ પોર્ટલ પર કોઈ પણ પ્રોડક્ટ સર્ચ કરવાથી તે વેચતી તમામ દુકાનો તમને સ્ક્રીન પર દેખાશે. કોઈ પણ વેપારી ત્યાં સરળતાથી પોતાની પ્રોડક્ટ્સ રજૂ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...