તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Government Sent Oxygen To The By election Suffocation, Picking Up The Cylinder At Night And Taking Away The Patient's Family Members.

MPમાં ઓક્સિજન-સિલિન્ડરની લૂંટ:પેટાચૂંટણીવાળા દમોહમાં સરકારે ઓક્સિજન પહોંચાડ્યો, રાત્રે જ સિલિન્ડર ઉઠાવીને લઈ ગયા દર્દીના પરિવારના લોકો

દમોહ2 મહિનો પહેલા
જિલ્લા હોસ્પિટલમાં મંગળવારે રાત્રે 11ઃ30 વાગ્યે ઓક્સિજન-સિલિન્ડર પહોંચાડાયાં હતાં. આ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારના લોકો સિલિન્ડર ઉઠાવીને લઈ ગયા હતા.

પેટાચૂંટણીવાળા દમોહમાં મંગળવારે રાત્રે સરકારે જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડ્યો હતો. ઓક્સિજન આવતાં જ દર્દીઓના પરિવારના લોકોએ એનાં સિલિન્ડરની લૂંટ કરી હતી. એક-એક સિલિન્ડરની જગ્યાએ બે-બે સિલિન્ડર ઉઠાવીને ભાગવા લાગ્યા. સ્ટાફે જ્યારે સિલિન્ડર પરત માગ્યા તો પરિવારના લોકો ગેરવર્તન કરવા લાગ્યા. સ્થિતિ એટલી બગડી ગઈ કે પોલીસને બોલાવવી પડી હતી.

સિલિન્ડર પરત ન લાવી શકી પોલીસ
ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પણ પરિવારના લોકો પાસેથી સિલિન્ડર ન લાવી શકી. બુધવારે સવારે સિલિન્ડરની જરૂરિયાત પડી તો હોબાળો થઈ ગયો. એ બાદ પોલીસ આવી અને લોકો સાથે વાતચીત કરી, પરંતુ લોકો સિલિન્ડર આપવા માટે તૈયાર જ ન હતા. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલ પર વિશ્વાસ નથી. કોઈપણ રીતે પોલીસ કેટલાંક સિલિન્ડર લાવી શકી, પરંતુ અનેક લોકોએ હજુ પણ સિલિન્ડર પરત નથી કર્યા.

ASP શિવકુમાર સિંહે જણાવ્યું હતું કે સિલિન્ડર હોસ્પિટલની અંદર જ છે અને દર્દીઓને લગાડવામાં આવી રહ્યાં છે. ઝૂંટવીને લઈ જવાની કોઈ વાત જ નથી. તમામ દર્દીઓને સિલિન્ડરની જરૂરિયાત છે, તેથી હોસ્પિટલ દ્વારા જ સપ્લાઈ થવો જોઈએ.

દમોહના જિલ્લા હોસ્પિટલમાં આ ઘટના મંગળવારે રાત્રે 11ઃ30 વાગ્યે ઘટી. સિલિન્ડરને લઈને થયેલા વિવાદ બાદ હોસ્પિટલના ડોકટર, સિવિલ સર્જન, CMHO સહિત તમામ કર્મચારીઓ એકઠા થઈ ગયા હતા. હોસ્પિટલનાં સિવિલ સર્જન ડૉ. મમતા તિમોરીએ જણાવ્યું હતું કે દર્દીઓએ પરાણે સિલિન્ડર ઝૂંટવીને પોતાની પાસે રાખી લીધાં હતાં. તેમણે જણાવ્યું હતું કે 4 દિવસથી પોલીસ સુરક્ષા આપવામાં આવે એવી માગ કરવામાં આવી રહી છે. SPને પત્ર પણ લખવામાં આવ્યો છે, પરંતુ કોઈ જ વ્યવસ્થા કરવામાં ન આવી. ઓક્સિજન-સિલિન્ડરની ટ્રક આવતાં જ દર્દીઓના પરિવારના લોકો સિલિન્ડર ઉઠાવીને જતા રહે છે.

દમોહની હોસ્પિટલમાં કોરોના સસ્પેક્ટેડ દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવે છે.
દમોહની હોસ્પિટલમાં કોરોના સસ્પેક્ટેડ દર્દીઓને જમીન પર સુવડાવીને સારવાર આપવામાં આવે છે.

દમોહમાં જમીન પર સુવડાવીને ઈલાજ કરવામાં આવે છે
દમોહમા મંગળવારે સંક્રમણને કારણે 8 લોકોનાં મોત થયાં હતાં. 103 નવા કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. 20 દિવસમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 70 થઈ ગઈ છે અને 1,189 પોઝિટિવ કેસ આવ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં દર્દીઓ માટે પલંગ ઓછા પડી રહ્યા છે. કોરોના સસ્પેક્ટેડ દર્દીઓને ફર્શ પર ગેલરીમાં સુવડાવીને સારવાર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...