તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકારના સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવાના નિયમ-કાયદા બનાવવા પર કામ કરી રહી છે. ભાજપના સીનિયર લીડર રામ માધવે કહ્યું કે સરકાર સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવાનો પ્લાન બનાવી રહી છે. રામ માધવે વધુમાં કહ્યું કે, આજે સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે, તેનાથી સરકાર પણ તૂટી પડે છે, આ ટ્રેન્ડ સરમુખત્યારશાહી તરફ લઈ જાય છે અને પરિણામે લોકશાહી નબળું પડે છે. આ સમસ્યાનું સમાધાન હવે બંધારણની મર્યાદામાં રહીને શોધવાનું જરૂરી થઈ ગયું છે.
સોશિયલ મીડિયાની એટલી તાકાત કે તે સરકાર પાડી શકે છે રામ માધવે પોતાના પુસ્તક "બિકોઝ ઈન્ડિયા કમ્સ ફર્સ્ટ"ના વિમોચન પ્રસંગે રામ માધવે કહ્યું કે લોકશાહી તણાવના દૌરમાંથી પસાર થઈ રહ્યું છે અને નવા પડકારો જેવાં કે અપોલિટિકલ અને નોન સ્ટેટ તાકાતોના ઉભારનો સામનો કરી રહ્યાં છે. રામ માધવે કહ્યું કે, 'સોશિયલ મીડિયા એટલું શક્તિશાળી બની ગયું છે કે તે સરકાર પણ પાડી શકે છે જો કે આ મર્યાદાથી પર છે તેથી તેને રેગ્યુલેટ કરવાનું વધુ મુશ્કેલભર્યું છે.'
આવી તાકાત સરમુખત્યારશાહીને પ્રોત્સાહિત કરે છે
રામ માધવે વધુમાં કહ્યું, "આવી તાકાત સરમુખત્યારશાહીને પ્રોત્સાહિત કરે છે, જેનાથી લોકશાહી નબળી પડે છે. પરંતુ તેનું જે કંઈ પણ સમાધાન કાઢવામાં આવે તે બંધારણીય દાયરામાં રહીને કાઢવો જોઈએ. તેના માટે આપણે નવા નિયમો અને કાયદાની જરૂરિયાત છે. સરકાર આ દિશામાં પહેલેથી જ કામ કરી રહી છે."
રામ માધવનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે સરકાર અને ટ્વીટર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સુચના મંત્રાલયે કેટલાંક ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરવા માટે કહ્યું હતું અને ટ્વિટરે ઈનકાર કરી દિધો હતો.
મોદી સરકારના અનેક નિર્ણયો પર પોતાનું અવલોકન
માધવે કહ્યું કે તેઓએ પોતાના નવા પુસ્તકમાં મોદી સરકારના અનેક નિર્ણયો પર પોતાના અવલોકન અંગે લખ્યું છે. તેઓએ મહાત્મા ગાંધી અંગેના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે આરએસએસ કોઈ નેતાના યોગદાનને ઓછું નથી આંકતા. ગાંધી એક મહાન નેતા હતા અને તેમના અહિંસાના મંત્રને અનેક વૈશ્વિક નેતાઓએ આત્મસાત કર્યા છે.
માધવે કાશ્મીરના મામલે કહ્યું કે બંધારણના આર્ટિકલ 370ને રદ કરવાથી ગ્રાઉન્ડ લેવલના નેતા કેટલાંક પરિવારના આધિપત્ય વિરૂદ્ધ ઊભા થઈ રહ્યાં છે. તેઓએ એ વાત પર પણ જોર આપ્યું કે આ દેશના લોકોનું દાયિત્વ છે કે તેઓ કાશ્મીરને તે વાતનો અનુભવ કરાવે કે તે 1.3 અબજની વસ્તીવાળા મજબૂત પરિવારનો જ ભાગ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.