• Gujarati News
  • National
  • Road Jam For The First Time From Pedestrians, Reaching 1.4 Million Devotees In A Single Month; Government Warns Not To Travel Without Booking

ચારધામ યાત્રા:પદયાત્રીઓથી પ્રથમ વખત રસ્તો જામ, એક મહિનામાં જ 14 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા; બુકિંગ વગર યાત્રા ન કરવા સરકારની ચેતવણી

દેહરાદૂન21 દિવસ પહેલાલેખક: મનમીત

ચારધામ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓનો ગત વર્ષનો રેકોર્ડ તૂટવા જઈ રહ્યો છે. એક મહિનામાં જ 14 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચુક્યા છે. 7 મહિના ચાલનારી આ યાત્રામાં 34 લાખ શ્રદ્ધાળુઓનો રેકોર્ડ છે, જે 2019માં બન્યો હતો. તે પછી કોરોનાના કારણે બે વર્ષ સુધી માત્ર સાંકેતિક યાત્રા થઈ હતી. યાત્રા ઓક્ટોબર સુધી ચાલે છે.

પ્રથમ વખત કેદારનાથ ધામના રસ્તે પગે ચાલતા જતા યાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રાના રજિસ્ટ્રેશન માટે મહેનત પડી રહી છે. ઘણા લોકોને ધામમાં રોકાવવા માટે હોટલ કે હોમસ્ટેમાં બુકિંગ મળી રહ્યું નથી.

પ્રશાસન પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યું છે કે જો રોકાવવાની વ્યવસ્થાન ન હોય તો યાત્રા ન કરવી જોઈએ. જેથી કોઈ તકલીફનો સામનો કરવાનો વારો ન આવે. ઉત્તરાખંડના પર્યટન સચિવ દિલીપ જાવલકરે જણાવ્યું કે આ વખતે આ યાત્રીઓનો રેકોર્ડ તૂટવાની સંપૂર્ણ શક્યતા છે.

30 હજાર લોકોને કામ મળ્યું
ઋષિકેશથી ચારધામ માટે રોજ હજારો વાહનોમાં લગભગ 50 હજાર યાત્રી રવાના થઈ રહ્યાં છે. તેના પગલે છેલ્લા બે વર્ષથી બેરોજગાર બનેલા લોકોના ચહેરા પર ખુશી છે. ઉત્તરાખંડ પર્યટન વિભાગના જણાવ્યા અનુસાર, યાત્રા રૂટ પર 5 હજારથી વધુ વ્યાપારિક પ્રતિષ્ઠાન છે. તેમાં ઢાબા, હોટલ, હોમ સ્ટે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મિકેનિક વગેરે હતા. કુલ 30 હજાર લોકોને રોજગાર મળે છે.

પાલાયણ કરનાર લોકો પરત આવી ગયા
કોરોનાના કારણે બે વર્ષ આ બધુ બંધ હતું. કેટલાક પરિવાર પુશ્તૈની ગામ છોડીને શહેરમાં મજૂરી કરવા જતા રહ્યાં હતા. હવે તે પરત આવી ગયા છે. દેવપ્રયાગથી 20 કિમી પહેલા કોડિયાલામાં ઢાબા ચલાવનાર મુદલા કુમારી જણાવે છે કે કોરોનાના કારણે પિતાનું મૃત્યુ થયું છે. બે વર્ષથી ઢાબું બંધ હતું. હવે મેં તેને શરૂ કર્યું છે. યાત્રા પર આવનારા લોકોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને વધુ સ્ટાફ રાખવો પડ્યો છે.

આ રીતે 4 વર્ષ પહેલા મુકેશ નૌટિયાલે કમેડામાં 30 લાખની લોન લઈને રેસ્ટોરન્ટ ખોલી હતી. કોરોનાથી રોજગારી શૂન્ય થઈ ગઈ. 12 લોકોનો સ્ટાફ હતો, તમામની નોકરી જતી રહી હતી. હવે તમામને પાછા બોલાવ્યા છે.

ચારધામ રૂટ પર વસેલા ઘણા ગામ
ચારધામ રૂટ પર એવા ઘણા ગામ છે, જ્યાંથી પલાયણ ચાલુ હતુ. હવે આ ગામોમાંથી પસાર થતા રસ્તાઓ પર ઢાબા ખુલી ગયા છે. રતૂડા ગામમાં ઢાબુ ચલાવી રહેલા રાજન્દ્ર પ્રસાદે જણાવ્યું કે તે દિલ્હીની દિલશાદ ગાર્ડનમાં હોટલ કામ કરતા હતા. હવે ગામમાં પરત આવી ગયા છે. હાલ એવું લાગી રહ્યું છે કે હવે શહેરમાં પરત નહિ જવું પડે. આવી જ કઈંક કહાની મલેથા, વ્યાસી, કમેડા, નગરાસૂ, ધોલતીર વગેરે ગામોની પણ છે.

અન્ય સમાચારો પણ છે...