તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Government Is Preparing A Proposal That Could Provide An Incentive Package For The Most Affected Sectors Like Tourism And Aviation.

કોવિડ 2.0:સૌથી વધુ અસરગ્રસ્ત ટૂરિઝમ અને એવિએશન જેવાં સેકટર્સ માટે પ્રોત્સાહન પેકેજ આપી શકે છે સરકાર, તૈયાર થઈ રહ્યો છે પ્રસ્તાવ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત સેકટર્સ માટે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન પેકેજ તૈયાર કરી રહી છે
  • કોરોનાની બીજી લહેરે ભારતને કોવિડ-19 મહામારીનું ગ્લોબલ હોટસ્પોટ બનાવી દીધું

કોરોનાની બીજી લહેર એટલે કે કોવિડ 2.0 અટકાવવા માટે જુદાં જુદાં રાજ્યોની સરકારોએ પોતાને ત્યાં લોકડાઉન લગાવ્યું છે. આ કારણે અર્થવ્યવસ્થા સંઘર્ષ કરી રહી છે. કોરોનાના સંકટ વચ્ચે અર્થવ્યવસ્થાને બહાર કાઢવા માટે કેન્દ્ર સરકાર સૌથી વધુ અસરગ્રસ્ત સેકટર્સ માટે પ્રોત્સાહન પેકેજ તૈયાર કરી રહી છે. આ બાબતે સૂત્રોના હવાલેથી બ્લૂમ્બર્ગના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.

હજી પ્રારંભિક સ્તરે વિચારણા કરવામાં આવી રહી
સૂત્રો મુજબ, નાણાં મંત્રાલય કોવિડ 2.0થી વધુ અસરગ્રસ્ત ટૂરિઝમ, એવિએશન અને હોસ્પિટાલિટી જેવી ઈન્ડસ્ટ્રીમાં તેજી લાવવા માટે પ્રસ્તાવ પર કામ કરી રહ્યું છે. એમાં સ્મોલ એન્ડ મીડિયમ સાઇઝની કંપનીઓને સામેલ કરવામાં આવી શકાય છે. હજી આ પ્રસ્તાવ પર પ્રારંભિક સ્તરે વિચારણા ચાલી રહી છે. આ પ્રસ્તાવની જાહેરાતને લઈને કોઈ ટાઈમલાઇન નક્કી કરવામાં આવી નથી, જોકે નાણાં મંત્રાલયના પ્રવક્તાએ આ બાબતે કોઈ જ પ્રતિક્રિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો.

કોરોના મહામારીનું ગ્લોબલ હોટસ્પોટ બન્યું ભારત
કોરોનાની બીજી લહેરે ભારતને કોવિડ-19 મહામારીનું ગ્લોબલ હોટસ્પોટ બનાવી દીધું. ભલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષની જેમ કડક લોકડાઉન લગાવવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ માર્ચમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ ટ્રાવેલિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. દેશમાં કોરોનાના દરરોજ 2 લાખથી વધુ કેસ પાર થયા બાદ ઘણાં રાજ્યોએ પોતાને ત્યાં લોકડાઉન જેવા પ્રતિબંધો લગાવ્યા હતા. તેમાં સૌથી વધુ ઈન્ડસ્ટ્રીવાળા મહારાષ્ટ્ર અને તામિલનાડુ પણ સામેલ છે.

મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો
કોરોનાની બીજી લહેરને કારણે 1 એપ્રિલથી શરૂ થયેલું નાણાં વર્ષ માટે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓએ પણ વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો છે. બેરોજગારી દર વધવા અને બચત ઓછી થવાને કારણે ડબલ ડિજિટ વૃદ્ધિનો અંદાજ ઓછો રહેવાનો જોવા મળી રહ્યો છે. જોકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)એ ચાલુ નાણાકીય વર્ષમાં 12.5% વૃદ્ધિનો અંદાજ જણાવ્યો છે, જ્યારે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ વૃદ્ધિદર 10.5% રહેવાનો અંદાજ જણાવ્યો છે.

ગયા વર્ષે જાહેર કર્યું હતું 20.97 લાખ કરોડ રૂપિયાનું પેકેજ
કેન્દ્ર સરકારે કોરોનાને કારણે પહોંચેલી અસર સામે ગયા વર્ષે મે મહિનામાં 20.97 લાખ કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ જાહેર કર્યું હતું. 5 તબક્કામાં કરવામાં આવેલી જાહેરાતમાં લગભગ તમામ સેકટર્સને રાહત આપવામાં આવી હતી. આ ઉપરાંત RBIએ પણ ઉદ્યોગને રાહત આપવા માટે લોન મોરેટોરિયમ, લોન રિસ્ટ્રકચરિંગ, કેટલાંક સેકટર્સ માટે ફંડની ફાળવણી જેવી જાહેરાત કરવામાં આવી હતી. અર્થવ્યવસ્થાને મજબૂતી આપવા માટે ગયા વર્ષે દિવાળી પહેલાં પણ કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે અનેક જાહેરાતો કરી હતી.