• Gujarati News
  • National
  • The Government Has Announced A 78 day Wage Diwali Bonus For Railway Employees, Benefiting 11.56 Lakh Employees

ફેસ્ટીવલ બોનાન્ઝા:સરકારે રેલવે કર્મચારીઓને 78 દિવસનું દિવાળી બોનસ પેટે આપવાની જાહેરાત કરી, 11.56 લાખ કર્મચારીઓને લાભ થશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોનસ અંગેના આ નિર્ણયને પગલે સરકારને રૂપિયા 1,985 કરોડનો ખર્ચ થશે
  • ગયા વર્ષે કર્મચારીઓને રૂપિયા 17,951 બોનસ મળ્યું હતું

તહેવારોની સિઝન શરૂ થાય તે અગાઉ રેલવે કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2020-21 માટે 78 દિવસનું પ્રોડક્ટીવિટી-લિંક્ડ બોનસ (PLB) આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રના આ નિર્ણયને પગલે આશરે 11.56 લાખ નોન-ગેઝેટેડ રેલવે સ્ટાફને લાભ થશે, તેમ કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુરે આજે જણાવ્યું હતું.

બોનસ અંગેના આ નિર્ણયને પગલે સરકારને રૂપિયા 1,985 કરોડનો ખર્ચ થશે. વર્ષ 2020માં સરકારને બોનસ પેટે રૂપિયા 2,081.68 કરોડનો ખર્ચ થયો હતો. રેલવે પ્રત્યેક વર્ષ તેના કર્મચારીઓને બોનસ આપે છે. ગયા વર્ષે પણ કોરોના સંકટના સમયે રેલવે કર્મચારીઓને 78 દિવસનું વેતન બોનસ પેટે મળ્યું હતું.

ગયા વર્ષે કર્મચારીઓને રૂપિયા 17,951 બોનસ મળ્યું હતું. અહેવાલો પ્રમાણે રેલવે મંત્રાલયે તમામ યોગ્યતા ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે 78 દિવસનું વેતન PLB પેટે ચુકવવા કેન્દ્રિય કેબિનેટ સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી,જેને આજે મંજૂરી મળી છે. અહેવાલો પ્રમાણે રેલવે મંત્રાલયે તમામ યોગ્યતા ધરાવતા નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને નાણાકીય વર્ષ 2020-21 માટે 78 દિવસનું વેતન PLB પેટે ચુકવવા કેન્દ્રિય કેબિનેટ સમક્ષ દરખાસ્ત રજૂ કરી હતી,જેને આજે મંજૂરી મળી છે.

PNB રેલવેના સમગ્ર દેશમાં રહેલા તમામ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારી (RPF/RPSF જવાનોનો સમાવેશ થતો નથી)ને આવરે છે. યોગ્યતા ધરાવતા રેલવે કર્મચારીઓને દશેરા અગાઉ બોનસની ચુકવણી થઈ જાય છે. ગયા વર્ષે ભારતીય રેલવેએ 11.58 લાખ નોન-ગેઝેટેડ કર્મચારીઓને તેમના 78 દિવસનું વેતન બોનસ પેટે ચુકવ્યું હતું.