• Home
 • National
 • The government had known for three years that there was a threat from Chinese apps, but took strict action to send a message 14 days after the Galwan melee.

59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ / સરકાર 3 વર્ષથી જાણતી હતી કે ચીનની એપ્સથી જોખમ છે, પણ ગલવાન ઝપાઝપીના 14 દિવસ બાદ સંદેશ આપવા કડક પગલુ ભર્યું

The government had known for three years that there was a threat from Chinese apps, but took strict action to send a message 14 days after the Galwan melee.
X
The government had known for three years that there was a threat from Chinese apps, but took strict action to send a message 14 days after the Galwan melee.

 • ચીનના સરકારી મીડિયાએ કહ્યું- આ નિર્ણયથી એવી ભારતીય કંપનીઓને અસર થશે કે જેમાં ચીનમાંથી રોકાણ આવ્યુ છે

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 04:59 AM IST

નવી દિલ્હી. આશરે 1,500 વર્ષ અગાઉ ચીનના એક દાર્શનિક થઈ ગયા. તેમનું નામ હતુ-લાઓ ત્સુ. તેઓ કહેતા હતા-હજારો માઈલની સફરની શરૂઆત એક નાના પગલાંથી થાય છે. ભારતે સોમવારે રાત્રે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકી ચીનના બોઈકોટની એક લાંબી સફરની શરૂઆત કરી છે.

ગલવાન ઘાટીમાં ચીનના સૈનિકો સાથે થયેલી ઝપાઝપીના 14 દિવસ બાદ ભારતે આ પગલું ભર્યું છે. અલબત સરકાર આશરે ત્રણ વર્ષ અગાઉથી વાકેફ હતી કે આ એપ્સથી જોખમ રહેલુ છે. નિષ્ણાતોની નજરમાં આ નિર્ણય ચીનને સંદેશ મોકલવા માટે છે. આ સાથે એવી પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે આ એપ્સ પર પ્રતિબંધ કેટલો જરૂરી હતો અને છેવટે તેનું શું મહત્વ રહેલું છે?

પહેલા વાત સરકારનીઃ છેવટે આ એપ્સ પર પ્રતિબંધ કેવી રીતે લાગ્યો?
2000માં બનેલા આઈટી કાયદામાં એક કાયદાકીય જોગવાઈ છે-69A.આ કાયદામાં કહેવાયુ છે કે દેશની સમ્પ્રભૂતા, સુરક્ષા અને એકતાના હિતમાં જો સરકારને લાગે છે તો તે કોઈ પણ કોમ્પ્યુટ રિસોર્સને સામાન્ય નાગરિકો માટે બ્લોક કરી દેવા આદેશ આપી શકે છે. આ ધારા કહે છે કે જો સરકારના આદેશનું પાલન કરવામં નહીં આવે તો સાત વર્ષની જેલની સજા થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. 59 એપ્સ પર આ ધારા હેઠળ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સરકારે તેની પાછળ કયું કારણ રજૂ કર્યું?

સરકાર તરફથી જારી આદેશમાં 7 વખત સમ્પ્રભૂતા અને એકતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રતિબંધ મુકવા પાછળ 7 કારણ પણ રજૂ કરવામાં આવ્યા છે.

 1. સરકારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 69એ હેઠળ આ ચીની એપ્સને પ્રતિબંધિત કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે આ એપ્સ જે પ્રવૃત્તિઓમાં સામેલ છે તે ભારતની સુરક્ષા, સમ્પ્રભૂતા અને એકતા માટે જોખમી છે.
 2. કેટલાક દિવસથી 130 કરોડ ભારતીયોની પ્રાઈવેસી અને ડેટાની સુરક્ષાને લઈ ચિંતા જાહેર કરવામાં આવી હતી તેમા કહેવામાં આવ્યું હતું કે આ એપ્સથી સમ્પ્રભૂતા અને એકતા માટે ખતરો છે.
 3. માહિતી અને પ્રસારણ મંત્રાલયને મળેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર કેટલીક મોબાઈલ એપુ્સનો ખોટો ઉપયોગ કરવામાં આવે છે. તે એપ્સ છાનામાના અને ગેરકાયદેસર રીતે યુઝરના ડેટાની ચોરી કરી ભારતની બહાર સર્વર પર મોકલે છે.
 4. ભારતની સુરક્ષા અને ડિફેન્સ માટે આ પ્રકારના જમા કરવમાં આવેલ ડેટા દુશ્મન પાસે પહોંચી જવા તે ચિંતાની વાત છે. તે ભારતની એકતા અને સમ્પ્રભૂતા માટે જોખમ છે. તે ખૂબ જ ચિંતાનો વિષય છે અને તેમા તાત્કાલિક પગલાં ભરવાની જરૂર હતી.
 5. ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર, ગૃહ મંત્રાલયને પણ આ પ્રકારના એપ્સને તાત્કાલિક પ્રતિબંધ મુકવા ભલામણ મોકલવામાં આવી હતી. કેટલીક એપ્સ અને તેના ખોટા ઉપયોગને લઈ લોકોએ પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોમ્પ્યુટર ઈમર્જન્સિ રિસ્પોન્સ ટીમને પણ ડેટા ચોરી અને પ્રાઈવેસીને લઈ જોખમ હોવાની ફરિયાદ કરી હતી.
 6. સંસદની બહાર અને અંદર પણ આ પ્રકારની એપ્સને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ભારતની પ્રજા પણ સતત આ એપ્સની વિરુદ્ધ પગલાં ભરવા માંગ કરતી હતી. કારણ કે તે દેશની સમ્પ્રભૂતા અને નાગરિકોની પ્રાઈવેસીને જોખમ છે.
 7. આ તમામ ફરિયાદો અને વિશ્વસનીય માહિતીને આધારે અમને માલુમ પડ્યું છે કે એપ્સ દેશની એકતા અને સમ્પ્રભૂતા માટે ખતરો છે. સરકારે નિર્ણય કર્યો છે કે આ એપ્સને મોબાઈલ અને ઈન્ટરનેટથી ચલાવતા ઉપકરણ પર ઉપયોગ કરવો પ્રતિબંધ રહેશે. ઈન્ડિયન સાઈબરસ્પેસની સુરક્ષા અને સમ્પ્રભૂતા માટે આ નિર્ણય કરાયો છે.

હવે યુઝરની વાતઃ સરકાર તરફથી દલીલ ઉપરાંત માહિતી રજૂ કરવામાં આવી કે તમને ચાઈનીઝ એપ્સથી શાં માટે જોખમ હતુ?
એપ કંપનીઓ યૂઝરના ફોન, લોકેશન, વીડિયોના એક્સેસ લે છે. ત્યારબાદ તે યૂઝરની દરેક એક્ટિવિટી ટ્રેક કરે છે અને તેનો ડેટા રાખવાની શરૂઆત કરે છે. યુઝરની આર્થિક ક્ષમત અને ખરીદવાની પેર્ટન પણ સમજીને પ્રોફાઈલ તૈયાર કરવામાં આવે છે. આ ડેટા ચીનની સરકારને આપવામાં આવે છે.

જ્યારે ડેટા ચીન પાસે પહોંચે છે, તો તે સરકારને ભારતના બજારની દ્રષ્ટિએ વ્યૂહરચના તૈયાર કરવા મદદ મળે છે. મોટાભાગની ચાઈનીઝ એપ્સના સર્વર ભારતમાં નથી. પણ ચીનમાં હોય છે. માટે હંમેશા તે એક મોટો પ્રશ્ન રહ્યો છે કે યુઝરની પ્રાઈવર્સી કેટલી સેફ છે?

અગ્રણી એપ્સ કઈ કઈ છે, જેના પર પ્રતિબંધ લાગ્યો છે
તેમા ટિકટોક અને લાઈકી જેવી એન્ટરટેઈનમેન્ટ એપ્સ છે. હેલો અને શેર ઈટ જેવી સોશિયલ મીડિયા એપ્સ છે. વી-ચેટ અને વી-મેટ જેવી ચેટ કે ડેટિંગ એપ્સ છે. યુસી બ્રાઉઝર જેવી વેબ બ્રાઉઝર એપ્સ છે. જેન્ડર, કેમ સ્કેનર, વાઈરસ ક્લીનર જેવી યુટિલિટી એપ્સ છે. ફ્લેશ ઓફ કિંગ્સ જેવી ગેમિંગ એપ્સ, ક્લબ ફેક્ટ્રી જેવી ઈ-કોમર્સ એપ્સ પણ પ્રતિબંધ મુકવામાં આવેલ છે. યુટીલિટી કેટેગરીની 22 એપ્સ પર પ્રતિબંધ છે.

શું પ્રતિબંધ મુકવાથી એપ્સ બંધ થઈ જશે?
હકીકતમાં સરકારના આદેશ બાદ ગૂગલે તેના પ્લે સ્ટોર અને એપ્પલે તેના એપ સ્ટોરમાંથી 59 ચાઈનીઝ એપ્સને હટાવી દીધી છે. એટલે કે તે હવે ઉપલબ્ધ નહીં બને. નવો ફોન ખરીદતા તેમાં આ પૈકી કેટલીક એપ હોઈ શકે છે, પણ તે કોઈ રીતે કામ કરશે નહીં.  પ્રતિબંધ મુકવામાં આવેલા એપ પર સ્ટોર તમારા પર્સનલ ડેટા જેવા કે ટેક્સ્ડ, ઓડિયો અને વીડિયો તમે જોઈ શકશો નહીં.

શું સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે?
આ ચાઈનીઝ એપ્સની ભારત ખાતેની ઓફિસો કોર્ટમાં રજૂઆત કરી શકે છે. જોકે સરકારે અગાઉથી જ કહી દીધુ છે કે આ પગલું દેશની સુરક્ષાને ધ્ચાનમાં રાખી લેવામાં આવ્યુ છે. એટલે ચીનની કંપનીઓને કોર્ટ તરફથી કોઈ જ પ્રકારની રાહત મળે તેવી નહીંવત શક્યતા છે

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી