નારાજ કોંગ્રેસ:સરકારને ખબર નથી કે મોંઘવારી વધી ગઇ છે

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોંઘવારીના બદલે નાણામંત્રીએ ઉપલબ્ધિઓ ગણાવી દીધી, કહ્યું આ કોંગ્રેસનું રાજકારણ છે
  • નાણામંત્રી સીતારમણના જવાબથી નારાજ થઈને કોંગ્રેસ સાંસદોનો વૉકઆઉટ

સંસદમાં સોમવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે મોંઘવારીના મુદ્દે ચર્ચા બાદ જવાબ આપ્યો હતો. નાણામંત્રીએ જો કે મોંઘવારી મુદ્દે બોલવાના બદલે સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. તેમના જવાબથી નારાજ કોંગ્રેસના સાંસદોએ વૉકઆઉટ કર્યો હતો.

નાણામંત્રીએ મોંઘવારી મુદ્દે વિવાદને રાજકારણ ગણાવ્યું હતું. સરકારના પગલાંને કારણે ખાદ્ય તેલોના ભાવમાં ઘટાડો થયો છે. કોરોના દરમિયાન સરકારના પ્રયાસોના કારણે આપણે અન્ય દેશોની તુલનામાં બહેતર સ્થિતિમાં હતા. આવી મહામારી પહેલા ક્યારેય જોઈ નથી. તેમણે કહ્યું હતું કે દેશમાં મંદી આવે એવો કોઈ સવાલ નથી.

અન્ય સમાચારો પણ છે...