• Gujarati News
  • National
  • The Government Can Deposit Up To Rs 2 Lakh In The Accounts Of 32 Lakh Government Employees, Payment Of DA Which Has Been Suspended For The Last 18 Months

7મું વેતન પંચ:32 લાખ સરકારી કર્મચારીના ખાતામાં સરકાર રૂપિયા 2 લાખ સુધીની રકમ જમા કરી શકે છે,18 મહિનાથી અટકેલા DAની ચુકવણી કરશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • તાજેતરના અહેવાલ પ્રમાણે સરકાર કર્મચારીઓના 18 મહિનાના પેન્ડિંગ DAને આ મહિને ક્લિયર કરી શકે છે

કેન્દ્ર સરકારના 31 લાખથી વધારે કર્મચારીઓને ટૂંક સમયમાં નવા વર્ષની બમ્પર ભેંટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર આ મહિને મોંઘવારી ભથ્થા (DA)ના એરિયરની ચુકવણી કરી શકે છે. સરકાર છેલ્લા 18 મહિનાથી અટકેલા DA એરિયરની એક સાથે ચુકવણી કરવાની તૈયારી કરી રહી છે. જો આ પ્રમાણે થશે તો આગામી દિવસોમાં કેન્દ્રીય કર્મચારીઓને એક સાથે જ બે લાખ રૂપિયા કરતાં વધારે રકમ મળી શકે છે.

18 મહિનાથી પેન્ડિંગ છે DAની ચુકવણી
એક સરકારી અહેવાલ પ્રમાણે 1લી માર્ચ 2019ના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યા 31.43 લાખ હતી. કોવિડને પગલે સર્જાયેલી સ્થિતિને લીધે DAની ચુકવણી 18 મહિનાથી પડતર છે. તાજેતરના અહેવાલ પ્રમાણે કેન્દ્ર સરકાર આ કર્મચારીઓના 18 મહિનાના પેન્ડિંગ DAને આ મહિને ક્લિયર કરી દેશે. જો 18 મહિનાના પેન્ડિંગ DAની ચુકવણી કરવામાં આવશે તો કર્મચારીઓને એક સાથે જ બે લાખ રૂપિયાની ચુકવણી મળી જશે.

વધી શકે છે DA, DR,વળતર
અહેવાલ પ્રમાણે કેન્દ્રીય કેબિનેટની હવે પછી યોજાનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં DA અને DRને વધારવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ ઉપરાંત સરકાર વળતરમાં પણ નોંધપાત્ર વધારો કરવાની તૈયારીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં DA અને DRને 17 ટકાથી વધારી 31 ટકા કરાયા હતા.

પેન્શનર્સને પણ થશે લાભ
અત્રે ઉલ્લેખનીય છે કે મોંઘવારીની અસરને ઘટાડવા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને બે વખત DA-DRમાં વધારો થવાનો લાભ મળે છે. જો આગામી બેઠકમાં 18 મહિનાના એરિયરને મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવશે તો લેવલ-1 કર્મચારીઓને રૂપિયા 11,880થી લઈ રૂપિયા 37,554 સુધી મળશે. આ હેઠળ લેવલ-13 કર્મચારીઓને એક વખતમાં રૂપિયા 1,44,200 થી રૂપિયા 2,18,200 સુધી મળી શકે છે.