તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Government Became Concerned With The Huge Crowds Of People In The Hill Stations And Markets; Said I Will Take Back The Exemption Given

અનલોકમાં મનમાની સામે ચેતવણી:હિલ સ્ટેશન અને બજારોમાં લોકોની ભારે ભીડથી સરકાર ચિંતિત બની; કહ્યું- આપવામાં આવેલી છૂટ પાછી લઈ લેશું

દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ICMRના ડિરેક્ટર ડો.બલરામ ભાર્ગવે કહ્યું હતું કે હિલ સ્ટેશનોથી આવી રહેલી તસવીરો ખૂબ જ ચિંતાજનક
  • કોરોનાની બીજી લહેર મર્યાદિત વ્યાપ ધરાવે છે,પણ તે હજુ પણ હયાત છે

દેશમાં કોરોનાના કેસ ઘટવાના સંજોગોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ નિયંત્રણોને હળવા કરવાની શરૂઆત કરી છે. અનલોકની સ્થિતિમાં હવે લોકો જાણે નિશ્ચિંત થઈ મનમાની કરવા લાગ્યા છે. બજારો અને પર્યટન સ્થળોમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે સરકાર ચિંતિત બની ગઈ છે.

સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કોરોનાની સ્થિતિ અંગેની પત્રકાર પરિષદમાં મંગળવારે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર મર્યાદિત વ્યાપ ધરાવે છે,પણ તે હજુ પણ હયાત છે. હિલ સ્ટેશનો પર ભારે ભીડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું આ પ્રકારે નિશ્ચિંત થવું તે અત્યાર સુધીના ફાયદાને ઓછા કરી શકે છે. જો પ્રોટોકોલનું યોગ્ય રીતે પાલન કરવામાં નહીં આવે તો અમે નિયંત્રણોમાં જે છૂટછાટ આપી છે તેનો અંત લાવી શકીએ છીએ.

દિલ્હીના ITO વિસ્તારમાં અગાઉની માફક ટ્રાફિક જામ લાગવા લાગ્યો છે
દિલ્હીના ITO વિસ્તારમાં અગાઉની માફક ટ્રાફિક જામ લાગવા લાગ્યો છે

સૂત્રોના જણાવ્યા સ્વાસ્થ્ય મંત્રાલયે શિમલા અને મનાલીમાં કોરોના ગાઈડલાઈન્સનું મોટાપાયે ઉલ્લંઘન કરવા અંગે હિમાચલ પ્રદેશ સરકારને પત્ર પણ લખ્યો છે. દેશમાં સૌથી વધારે પોઝિટિવિટી રેટવાળા 73 જિલ્લા અને તેના રાજ્યોને પણ પત્ર લખવામાં આવ્યો છે.

લોકડાઉનના નિયંત્રણો ઓછા થયા બાદ દિલ્હીના સદર બજારમાં ભીડ જોવા મળી રહી છે
લોકડાઉનના નિયંત્રણો ઓછા થયા બાદ દિલ્હીના સદર બજારમાં ભીડ જોવા મળી રહી છે

ICMRના ડિરેક્ટર ડો.બલરામ ભાર્ગવે કહ્યું હતું કે હિલ સ્ટેશનોથી આવી રહેલી તસવીરો ખૂબ જ ચિંતાજનક છે. લોકોએ કોરોનાથી બચવા માટે જરૂરી વ્યવહારનું ધ્યાન રાખવું જોઈએ. પત્રકાર પરિષદમાં કેટલીક તસવીરો પણ રજૂ કરવામાં આવી હતી.

આ તસવીર મસૂરીની છે. હિલ સ્ટેશનો પર અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળે છે
આ તસવીર મસૂરીની છે. હિલ સ્ટેશનો પર અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળે છે

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 9 દિવસથી સતત 50 હજારથી ઓછા કેસ આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના 80 ટકા નવા કેસ 90 જિલ્લામાંથી આવી રહ્યા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, આસામ, કર્ણાટકમાંથી વધારે પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે. કેટલાક જિલ્લામાં વધારે સંક્રમણ જોવામાં આવે છે તો આપણે માનીને ચાલવું પડશે કે દેશમાં કોરોનાની બીજી લહેર છે. દેશમાં કેટલાક જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટ રેટ 10 ટકાથી વધારે છે.

શિમલામાં કોરોના ગાઈડલાઈન્સનું મોટાપાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે
શિમલામાં કોરોના ગાઈડલાઈન્સનું મોટાપાયે ઉલ્લંઘન થઈ રહ્યું છે

ત્રીજી લહેર પડકાર નથી, તેને અટકાવવા માટે શું કરશું તે મહત્વનું
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ભવિષ્ય માટે ત્રીજી લહેર પડકારરૂપ નથી. પણ એ જરૂરી છે કે આપણે આ માટે કેવી રીતે કામ કરી રહ્યા છીએ. લહેરના વિવિધ પાસાને જાહેર કરવાને બદલે તેનો ફેલાવો અટકાવવા માટે યોગ્ય વ્યવહાર અને પ્રતિબંધ પ્રત્યે ધ્યાન આપવામાં આવે.