• Home
  • National
  • The good news: The story of the first family in Maharashtra suffering from coronas to recover

સારા સમાચાર: કોરોનાથી પીડિત મહારાષ્ટ્રના પહેલા પરિવારના સ્વસ્થ થઇને આવવાની કહાણી

પરિવાર હવે સ્વસ્થ છે અને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં છે
પરિવાર હવે સ્વસ્થ છે અને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં છે
X
પરિવાર હવે સ્વસ્થ છે અને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં છેપરિવાર હવે સ્વસ્થ છે અને 14 દિવસ માટે હોમ ક્વોરેન્ટાઇનમાં છે

  • મહારાષ્ટ્રના પહેલા કોરોના પીડિત પરિવારના 4 સભ્યો 17 દિવસ હોસ્પિટલમાં રહ્યા, બુધવારે રાત્રે ઘરે આવ્યા
  • 5 માર્ચના દુબઈથી આવ્યા, 9 માર્ચે ખબર પડી કે કોરોના સંક્રમણ થયું છે

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 04:53 PM IST

પૂણે (આશીષ રાય): મહારાષ્ટ્રનો પહેલો કોરોનાવાયરસ સંક્રમિત પરિવાર સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ગયો છે. પરિવારના ચારેય સભ્યોને કોરોના સંક્રમણ થયું હતું. તેઓ બુધવારે મોડી સાંજે ઘરે આવતા રહ્યા છે. અહીં તેમના નામ ઉજાગર નથી કર્યા કારણ કે તેમણે નામ જાહેર કરવાની મનાઇ કરી છે. આ પરિવાર 5 માર્ચના દુબઈથી આવ્યો હતો અને 9 માર્ચના સંક્રમણની ખબર પડી હતી. તાત્કાલિક આ પરિવારને ક્વોરન્ટાઇન કરીને પૂણેની નાયડૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં 17 દિવસ વિતાવ્યા બાદ બુધવારે સાંજે તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. આ 17 દિવસોમાં શું વિત્યું તેની વાત પરિવારજનોએ ભાસ્કર સાથે કરી હતી. જેમ વાત કરી એ પ્રમાણે જ અહીં પ્રસ્તૂત છે. 

પહેલી વખત અમે વિદેશ ગયા હતા, અમારુ 40 લોકોનું ગ્રુપ હતું
દુબઈ જવા પહેલા અમે કોરોના વિશે બહુ સાંભળ્યું ન હતું. દેશમાં પણ તેનો વધારે પ્રભાવ ન હતો. આ મારા પરિવારની પહેલી વિદેશ યાત્રા હતી. અમે 40 લોકોના ગ્રુપનો ભાગ હતા. 6 માર્ચના અમે પતિ-પત્ની બાળકો સહિત પૂણે પરત ફર્યા હતા. અમે થોડો તાવ અને ઉધરસ હતી. ત્યારે ફેમિલી ડોક્ટર સાથે વાત કરી અને તેમની સલાહ પર નાયડૂ હોસ્પિટલ જઇને લાળનો નમૂનો આપ્યો. આઠ કલાક સુધી હોસ્પિટલના એક રૂમમાં બંધ રહ્યા. મોડી રાત્રે રિપોર્ટ આવ્યો તો ખબર પડી કે અમારા ચારમાંથી ત્રણને કોરોનાવાયરસ સંક્રમણ લાગી ગયું છે.

એકજ હોસ્પિટમાં છોકરો પરિવારથી અલગ રહ્યો
આ રિપોર્ટે મારા પરિવારના જ નહીં પણ આખા સૂબાના કાન ઉભા કરી દીધા. મારા પછી મારી એન્જિનિઅર દીકરીમાં પણ કોરોનાની ખાતરી થઇ ગઇ. જોકે મારા દીકરાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેમ છતા તેને હોસ્પિટલના એક રૂમમાં 17 દિવસ બંધ કરીને રાખવામાં આવ્યો. 10 માર્ચના આ જાણકારી દેશભરમાં ફેલાઇ ગઇ. આગામી ત્રણ ચાર દિવસ ખરાબ સપનાથી ઓછા ન હતા. પહેલા તો અમુક સંબંધીઓએ બહારથી ભોજનની વ્યવસ્થા કરાવી પરંતુ બાદમાં રાજ્યસરકારની પહેલથી હોસ્પિટલમાં જ ભોજન મળવા લાગ્યું. જોકે ખાવામાં કોઇ પરેજી રાખવાની ન હતી પરંતુ ડોક્ટરોએ તળેલું ખાવાની મનાઇ કરી હતી.

શરૂઆતમાં લાગ્યું કે અમારા કારણે આખા મહારાષ્ટ્રમાં કોરોના ફેલાઇ ગયો
કોરોનાની ખરાઇ થયા બાદ અમને એ વાત ખૂંચતી હતી કે અમારા કારણે બાકીના 40 લોકોને પણ સંક્રમણ થયું હશે. જોકે બે દિવસ બાદ એ સ્પષ્ટ થઇ ગયું કે ગ્રુપના બાકીના મોટાભાગના લોકો નેગેટિવ છે. શરૂઆતમાં તો અમને એવું લાગ્યું કે અમે આખા મહારાષ્ટ્રમાં કોરોના ફેલાવવા માટે જવાબદાર છીએ. અમુક નજીકના મિત્રોને છોડી દઇએ તો મોટાભાગના લોકોના વર્તનમાં પણ બદલાવ જોવા મળ્યો હતો. 

ન્યૂઝથી દૂર રહ્યા, ટાઇમપાસ માટે કપિલ શર્મા શો જોયો
હોસ્પિટલમાં અમે ક્વોરેન્ટાઇન જરૂર હતા પરંતુ ડોક્ટર્સ અને નર્સોએ પરિવારના સભ્યોની જેમ અમારી સેવા કરી. જોકે અમને બહારની કોઇ જાણકારી આપવામાં આવતી ન હતી. બસ એટલી ખબર પડતી હતી કે કોરોનાનો કોઇ નવો પેશન્ટ હોસ્પિટલમાં આવ્યો છે. હોસ્પિટલમાં ન્યૂઝ પેપર આવતું ન હતું. પરંતુ અમને ટીવી લગાવવા વિશે પૂછવામાં આવ્યું હતું. હોસ્પિટલ સ્ટાફનું કહેવું હતું કે કોરોનાના સમાચાર સાંભળવાથી નેગેટિવીટી આવશે. જોકે ટાઇમપાસ કરવા માટે અમે મોબાઇલ અને આઇપેડ પર કપિલ શર્મા શો, નેટફ્લિક્સના શો અને યૂટ્યુબ જોયા કરતા હતા. આખો પરિવાર વીડિયો ચેટથી એકબીજાના સંપર્કમાં રહેતો હતો. બે વખત નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ મારા દીકરાને દૂરથી અમારી સાથે વાત કરવાની અને જોવાની મંજૂરી મળી ગઇ હતી.

કોઇ જાણીજોઇને સંક્રમિત નથી થતું પરંતુ સાવધાની જરૂરી છે
ડોક્ટરોની સલાહ છે કે હજુ અમે 14 દિવસ સુધી પરિવાર સાથે હોમ ક્વોરેન્ટાઇનમાં રહીએ. અમે અમારા ઘરોમાં જ છીએ. સૌને અમારા ઘરે આવવાની અમે ના પાડી દીધી છે. અમને આશા છે કે સમાજ અમને ફરી એવી રીતે જ સ્વીકારશે જેવા અમે પહેલા હતા. લોકોને સમજવું પડશે કે કોરોનાવાયરસ કોઇ જાણી જોઇને પોતાની અંદર નથી લાવતા. અમને નથી ખબર કે કેવી રીતે તે અમારી અંદર દાખલ થઇ ગયો. પરંતુ હું કહીશ કે 99 ટકા સંક્રમિત લોકો નિયમોનું પાલન કરીને તેનાથી મુક્તિ મેળવી શકે છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી