કોરોના વેક્સિનને લઈને ખુશ ખબર:AIIMSના ડાયરેક્ટરે કહ્યું- ભારતમાં જાન્યુઆરી સુધીમાં વેક્સિનને ઇમર્જન્સી યુઝ માટે અપ્રૂવલ મળી શકે છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા. ફાઈલ તસવીર. - Divya Bhaskar
AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા. ફાઈલ તસવીર.

દેશના લોકો માટે સારા સમાચાર છે. ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોરોના વેક્સિનના ઈમર્જન્સી યુઝ માટે અપ્રૂવલ મળી શકે છે. દિલ્હી- AIIMSના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ ગુરુવારે આ વાતની માહિતી આપી છે.

ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે ભારતમાં હાલ અમુક વેક્સિન ફાઈનલ સ્ટેજની ટ્રાયલ્સમાં છે. અમને આશા છે કે ડિસેમ્બરના અંતમાં કે જાન્યુઆરીની શરૂઆતમાં કોઈને ડ્રગ રેગ્લુલેટર પાસેથી ઈમર્જન્સી યુઝ માટેની એપ્રૂવલ મળી જશે. ત્યાર પછી વેક્સિનેશન શરૂ થઈ જશે. વાસ્તવમાં ભારતમાં છ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. એમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા અને ભારત બાયોટેકની વેક્સિન ફેઝ-3ની ટ્રાયલ્સમાં છે.

ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિન- કોવિશીલ્ડના ફેઝ-3ની ક્લિનિકલ ટ્રાયલ્સનાં પરિણામો આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ચૂક્યાં છે. એને ભારતમાં બનાવી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદર પૂનાવાલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈમર્જન્સી યુઝ માટેની અપ્રૂવલ લેવા માટે અરજી કરાશે.

ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે જે ડેટા અત્યારસુધી સામે આવ્યા છે એના આધારે કહી શકાય તેમ છે કે વેક્સિન સેફ અને ઈફેક્ટિવ છે. વેક્સિનની સેફ્ટી અને એફિકેસી પર કોઈ સમજૂતી કરાશે નહીં. 70થી 80 હજાર વોલન્ટિયર્સે વેક્સિન લગાવી છે. અત્યારસુધીમાં કોઈ ગંભીર સાઈડ ઈફેક્ટ સામે આવી નથી. ડેટા જણાવી રહ્યા છે કે શોર્ટ ટર્મ વેક્સિન સુરક્ષિત છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના કોલ્ડસ્ટોરેજમાં સપ્લાઇ માટે કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ તૈયાર છે. અપ્રૂવલ મળતાં જ એની સપ્લાઇ શરૂ કરાશે. કંપની ભારતમાં 10 કરોડ ડોઝની સપ્લાઇ કરશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના કોલ્ડસ્ટોરેજમાં સપ્લાઇ માટે કોવિશીલ્ડ વેક્સિનના ડોઝ તૈયાર છે. અપ્રૂવલ મળતાં જ એની સપ્લાઇ શરૂ કરાશે. કંપની ભારતમાં 10 કરોડ ડોઝની સપ્લાઇ કરશે.

ચીને 4 અને રશિયાએ પોતાની 2 વેક્સિનને ક્લિનિકલ ટ્રાયલ્સ પૂરી થયા પહેલાં મંજૂરી આપી દીધી હતી. બાદમાં બ્રિટને 2 ડિસેમ્બરના રોજ અમેરિકાની કંપનીની ફાઈઝર અને એની જર્મન સહયોગી બાયોએનટેકે બનાવેલી mRNA વેક્સિનને ઈમર્જન્સી યુઝ માટે અપ્રૂવલ આપી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...