• Gujarati News
  • National
  • The Golden Chariot Floated In Stormy Waves, What Is This? The Mystery Has Not Yet Been Revealed

દરિયામાં તણાઈને આવેલા રહસ્યમય રથનો VIDEO:મંદિર આકારના સોનેરી રથને દોરડાં બાંધી સ્થાનિકો કાંઠે ખેંચી લાવ્યા, વાવાઝોડાંની વચ્ચે આંધ્રપ્રદેશની ઘટનાએ કૂતુહલ સર્જ્યું

9 દિવસ પહેલા

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં મંગળવારે સાંજે સુન્નાપલ્લીના દરિયાકાંઠે મહાકાય ‘ગોલ્ડન’ રથ તણાઈને આવ્યો છે. આ રથનો રંગ સોનેરી છે, જે સૌ કોઈને મોહિત કરી રહ્યો છે.દરિયામાં તણાઈને આવેલા રથનું રહસ્ય ઘેરાઈ રહ્યુ છે. આ રથનો આકાર દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનાં મઠ જેવો છે. પ્રાથમિક અનુમાન મુજબ આ રથ મ્યાનમાર, થાઈલેંડ, મલેશિયા અથવા ઈંડોનેશિયા જેવા જેવા કોઈ નજીકના દેશનો હોય શકે છે.

હાલ અસાની વાવાઝોડાંને કારણે દરિયામાં કરંટ છે, જેને કારણે રથ તણાઈને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા કાંઠા સુધી આવી ગયો છે.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ રથનો ઉપયોગ ભારતના જ દરિયા કિનારે કોઈ ફિલ્મના શૂટિંગ માટે કરવામાં આવ્યો હોઈ શકે છે. આ બધા જ અનુમાનોની વચ્ચે પોલીસ તપાસ ચાલુ છે. જો કે હજુ સુધી તેના રહસ્ય પરથી પડદો ઊંચકાયો નથી.

અન્ય સમાચારો પણ છે...