તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરવાળા રાહ જોતા રહ્યા:દિવાળીની રજામાં ઘરે જતી યુવતીને પ્રેમીએ એસિડ અને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી, 11 કલાક તડપતી રહી; સારવાર દરમિયાન મોત

બીડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતી શુક્રવાર રાતે એક યુવક સાથે પુણેથી નાંદેડ પોતાના ઘરે જઈ રહી હતી
 • શનિવાર રાતે 3 વાગ્યે બનાવ બન્યો, બપોરે 2 વાગ્યે હોસ્પિટલમાં દાખલ કરાયો

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં શનિવારે એક યુવતીને જીવતી સળગાવીને હત્યા કરાઈ છે. યુવતી નાંદેડ જિલ્લાના શેલગાંવની રહેવાસી હતી. શુક્રવારે સાંજે એક યુવક સાથે પુણેથી પોતાના ઘરે જવા નિકળી હતી. યુવક મોડી રાત્રે 3 વાગ્યે એક નિર્જન જગ્યાએ લઈ ગયો, ત્યાં તેના પર એસિડ અને પેટ્રોલ છાટીને સળગાવી દીધી.

પોલીસે જણાવ્યું હતું કે 11 કલાક પછી બપોરે 2 વાગ્યે પોલીસને સૂચના મળી હતી. ત્યાર પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવતીને હોસ્પિટલમાં ખસેડી હતી. યુવતી સંપૂર્ણપણે સળગી ગઈ હતી. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આરોપીની ઓળખ થઈ ગઈ છે, તેનું નામ ઓળખ અવિનાશ રાજુરે છે. હાલ તે ફરાર છે.

પોલીસે જણાવ્યું કે મરતા પહેલા યુવતીએ નિવેદન નોંધાવ્યું હતું, પરંતુ તે વધારે જણાવી શકી નથી. આરોપીઓ સામે IPC કલમ 326A અને 307 મુજબ કેસ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો