• Gujarati News
  • National
  • The Girl Was Injured By Attacking With A Blade On Tuesday Night, The Miscreant Attacked The Brother Of The Girl, 45 Stitches On The Girl's Cheeks

ઈન્દૌરમાં યુવતી પર બ્લેડથી હુમલો:એકતરફી પ્રેમમાં પાગલ યુવકની કરતૂત, લગ્નનાં 3 વર્ષ પછી યુવતી પિયર આવી હતી; યુવતીને ચહેરા પર 45 ટાંકા આવ્યા

ઈન્દૌર2 વર્ષ પહેલા
  • એકતરફી પ્રેમનો ભોગ બની યુવતી
  • રોમિયો પર આ પહેલા પણ જુગાર તેમજ અન્ય કેસ નોંધાયેલા છે

ઈન્દૌરના આઝાદ નગર વિસ્તારમાં એકતરફી પ્રેમમાં પાગલ એક રોમિયોએ યુવતી પર બ્લેડથી હુમલો કરી દીધો. યુવતીને બચાવવા વચ્ચે પડેલા ભાઈ ઉપર પણ કેટલાક ઘા કરવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ બંન્નેને MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુવતીને ચહેરા પર 45 ટાંકા આવ્યા છે. પોલીસે આ રોમિયોની ધરપકડ કરી છે.

આ ઘટના મંગળવારે સાંજે બની હતી. આઝાદ નગરમાં યુવતી આસીમ લગ્નનાં 3 વર્ષ પછી પોતાના પિયર આઝાદ નગર આવેલી. મંગળવારે બપોરે અક્કા ઉર્ફે અકરમ ખાને આસીમને કોઈ અન્ય યુવક સાથે જોઈ લીધી. આ વાતને મનમાં રાખીને અક્કા મોડી સાંજે આસીમના ઘરમાં ઘૂસીને આસીમ પર ઉપરાછાપરી બ્લેડથી હુમલો કરી દીધો. ચહેરાને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં યુવતીને ગંભીર રીતે ઈજા પહોંચી છે. તેની ચીસો સાંભળી યુવતીનો ભાઈ તેને બચાવવા પહોંચતા અક્કાએ ભાઈ પર પણ હુમલો કર્યો હતો. બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આજૂબાજુથી લોકો એકઠા થતા અક્કા ભાગી ગયો હતો. લોકોએ બંન્નેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતાં.

યુવતી અને તેનો ભાઈ
યુવતી અને તેનો ભાઈ

વિસ્તારમાં બનેલી આ ઘટના પછી પોલીસે ગંભીરતા જાળવી આરોપીની મોડી રાત્રે સંબંધીના ઘરેથી ધરપકડ કરી છે. આરોપી અક્કાએ જણાવ્યું કે ઘણા વર્ષો પછી આસીમને કોઈ બીજા સાથે જોઈને તેને અતિશય ગુસ્સો આવ્યો હતો. તે યુવતીને ગાઢ પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો પરંતુ કોઈ બીજા સાથે તેના લગ્ન થયા હોવાથી તે ગુસ્સામાં હતો.

યુવતીના બે બાળકો પણ છે
યુવતીના પિતાએ જણાવ્યુ કે અક્કા ત્રણ વર્ષ પહેલા પોતાની છોકરીને હેરાન કરતો હતો. તે તેની સાથે લગ્ન કરવાં માંગતો હતો, પરંતુ તેમણે છોકરીના લગ્ન બીજી જગ્યાએ કરાવ્યા હતા. તેના બે બાળકો પણ છે. યુવતી લગ્ન પછી પહેલીવાર પોતાના ઘરે આવી હતી. અક્કાએ તક જોઈને તેના હુમલો કરી દીધો. અક્કા પર આસીમના પરિવારે આઝાદનગર પોલીસ સ્ટેશનમાં આ પહેલા પણ કેસ દાખલ કરાવેલો. અત્રે નોંધનીય છે કે અક્કા ઉપર આ પહેલા પણ જુગાર અને અન્ય ઘણા કેસો નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...