યુવકે પોતાના પર આગ ચાંપી પ્રેમિકાને ભેટી પડ્યો:યુવતી 55% દાઝી ગઈ, જ્યારે યુવકનું મોત નીપજ્યું; બંને ઔરંગાબાદમાં PhD કરતાં હતાં

ઔરંગાબાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક યુવકના લગ્નના પ્રસ્તાવને નકાર્યા પછી પોતાના શરીર પર આગ ચાંપી દીધી. આટલું જ નહીં, તેણે યુવતીને પણ ભેટી પડ્યો, જેથી તે મરી જાય. 90% દાઝી ગયેલા યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે 55% દાઝી ગયેલી યુવતીની હાલત ગંભીર છે.

રિપોર્ટ અનુસાર, મૃતક ગજાનન મુંડે અને ઘાયલ યુવતી બંને ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી ઝૂલોજી પર પીએચડી કરી રહ્યાં હતાં.

આ એ જ કોલેજની બાયોફિઝિક્સ કેબિન છે, ગજાનને ત્યાં પહોંચીને આગ ચાંપી.
આ એ જ કોલેજની બાયોફિઝિક્સ કેબિન છે, ગજાનને ત્યાં પહોંચીને આગ ચાંપી.

યુવતીનાં માતા-પિતાએ FIR નોંધાવી
ગજાનનાં માતા-પિતા પણ પીડિત યુવતીને લગ્ન માટે ધમકીઓ આપતાં હતાં. પરિવારનું કહેવું છે કે યુવકનાં માતા-પિતાએ યુવતીને કહ્યું હતું કે જો તું ગજાનન સાથે લગ્ન નહીં કરે તો અમે બંનેને મારી નાખીશું, આથી યુવતીના પરિવારે ગજાનનનાં માતા-પિતા વિરુદ્ધ બેગમપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પ્રશાંત પોતદારે જણાવ્યું હતું કે આ ઘટના સોમવારે બની હતી. પોલીસે મહિલાના પરિવારની ફરિયાદ પર IPCની કલમ 307, 326A, 354D, 506,34 હેઠળ કેસ નોંધ્યો છે.

ગજાનને કહ્યું હતું કે, 'પૂજાએ મારી સાથે છેતરપિંડી કરી છે. તેના પાછળ મેં બેથી અઢી લાખ રૂપિયા ખર્ચ્યા. તેમ છતાં તે મારી સાથે રહેતી નથી. તે મારા સાચા પ્રેમને ઓળખી ન શકી. મેં આ પગલું એટલા માટે લીધું કારણ કે મારે હવે જીવવું નથી અને હું તેને પણ નહીં છોડું.
ગજાનને કહ્યું હતું કે, 'પૂજાએ મારી સાથે છેતરપિંડી કરી છે. તેના પાછળ મેં બેથી અઢી લાખ રૂપિયા ખર્ચ્યા. તેમ છતાં તે મારી સાથે રહેતી નથી. તે મારા સાચા પ્રેમને ઓળખી ન શકી. મેં આ પગલું એટલા માટે લીધું કારણ કે મારે હવે જીવવું નથી અને હું તેને પણ નહીં છોડું.

જાણો શું છે સમગ્ર કેસ
સોમવારે યુવતી હનુમાન ટેકરીના ગવર્નમેન્ટ ફોરેન્સિક કોલેજમાં હતી. ત્યાં તે બાયોફિઝિકલ કેબિનમાં પોતાનો પ્રોજેક્ટ પૂરો કરી રહી હતી. ત્યારે ગજાનન ત્યાં આવ્યો અને તેને પૂછ્યું કે તેણે કેમ મારી પ્રપોઝલને નકારી. ત્યાર બાદ તેણે પોતાના પર અને યુવતી પર પેટ્રોલ છાંટ્યું. લાઈટર સળગાવ્યા બાદ તેણે યુવતી પાસે જઈ ભેટી પડ્યો. આ ઘટના પછી બંનેને સારવાર માટે ઔરંગાબાદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગજાનનનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...