છત્તીસગઢનાં રાયપુરમાં કેટલાક ધનવાન પરિવારમાંથી આવતા યુવાનોએ મિત્રો સાથે મળીને ગુંડાગીરી કરી. પેટ્રોલ પંપ પર મારામારી કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં યુવક-યુવતીઓનું એક ગ્રુપ પેટ્રોલ પંપનાં કર્મચારી જોડે મારામારી કરે છે. રાયપુપરનાં ટિકરાપાર વિસ્તારમાં ગોંડવાના ભવનની પાસે આવેલ પેટ્રોલ પંપ પર આ મારામારી થઈ હતી.
તેજેશ્વર નામનાં પેટ્રોલ પંપકર્મીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, મિત્રોનું તે ટોળું પેટ્રોલ પંપની પાસે આવી સિગરેટ પીતા હતા. એમને રોકવામાં આવ્યા તો ઝઘડવા લાગ્યા હતા. એક યુવક આવ્યો એનાં હાથમાં સિગરેટ હતી અને તેને બોટલમાં ડિઝલ લઈ જવું હતું. જેની કર્મચારીએ ના પાડતા ગુસ્સામાં આવી બોલાચાલી કરી. ત્યારબાદ એક યુવતીએ પણ સળિયો હાથમાં લઈ કર્મચારીને મારવા દોડી. યુવતીએ તો પેટ્રોલપંપના કર્મચારીને ધમકાવી બોલી કે, તને ખોટા કેસમાં ફસાવી દઈશ. મારામારી કર્યા બાદ આ લોકો ત્યાંથી રફૂચક્કર થયા હતા.
મળતી માહિતી અનુસાર, પહેલા મારપીટ કર્યા બાદ યુવક ભાગી ગયો, થોડીવાર બાદ યુવક તેના સાથીદારો સાથે પાછો ફર્યો. આ વખતે તેની સાથે છોકરીઓ પણ હતી. એક યુવતી મારી પાસે આવી અને કહ્યું કે તે તને ખોટા કેસમાં ફસાવી દેશે, પેટ્રોલ પંપમાં રાખેલો સળિયો ઉપાડી લીધો અને માર મારવા લાગ્યો. પેટ્રોલ પંપના કર્મચારીને આંખ પાસે અને માથાના ભાગે ઈજાઓ થઈ છે. લડાઈ પછી, છોકરાઓ અને છોકરીઓનું આ જૂથ ફરીથી કારમાંથી ભાગી ગયું. બદમાશો અહીંથી ન અટક્યા, તેઓએ પેટ્રોલ પંપના માલિક આદિત્ય ગૌરને પણ ફોન કરીને ધમકી આપી છે. આ સમગ્ર મામલો પોલીસ મથકે નોંધાયો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગુનો નોંધી ગુંડાગીરી કરતા યુવક-યુવતીઓની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.