• Gujarati News
  • National
  • The Girl Kept Begging For Leave, People Kept Making Dirty Comments And Making Videos

પ્રેમીયુગલ ઝડપીને જાતિ પૂછી પછી માર માર્યો:યુવતી છોડી દેવા માટે આજીજી કરતી રહી, લોકો ગંદી કોમેન્ટ કરતા રહ્યા અને વીડિયો બનાવતા રહ્યા

ગયાએક મહિનો પહેલા
  • યુવતી ગામવાસીઓ સામે આજીજી કરતા માફી માગી રહી હતી

બિહારના ગયામાં પ્રેમી યુગલ સાથે મારપીટ કરવાની ઘટના સામે આવી છે. ગામવાસીઓએ આ યુગલને આપત્તિજનક સ્થિતિમાં પકડ્યું હતું. ત્યાર બાદ બંન્નેની જાતિ પુછીને બંન્નેને માર મારવા લાગ્યા હતા. આ દરમિયાન યુવતી રડી રહી હતી, તે લોકો સામે આજીજી કરતા છોડી દેવા માટે વિનંતી કરી રહી હતી. ભાઈ અમને છોડી દો...પરંતુ ગામવાસીઓ પર કોઈ જ અસર થઈ નહતી. આટલું જ નહીં, આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. બે દિવસથી સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. ઘટના કોંચ પોલીસ મથકનાં સિમરા ગામની છે.

પ્રેમીયુગલને ગામવાસીએ પકડી લે છે અને મારપીટ કરે છે
આ તરફ પોલીસે હજી સુઘી આ મામલે કોઈ જ કાર્યવાહી કરી નથી. વીડિયામાં નજરે પડી રહ્યું છે કે એક સુમસામ જગ્યા પર પ્રેમી યુગલને ગામવાસીએ પકડી લે છે અને તેની સાથે મારપીટ કરે છે. આ દરમિયાન બંન્નેની જાતિ પુછવામાં આવે છે, તેઓનું ઘર ક્યાં આવેલું છે તે બાબતની જાણકારી માંગે છે. તેઓ યુગલ પાસે આધારકાર્ડ માંગે છે. યુવતી ગામવાસીઓ સામે આજીજી કરતા માફી માંગી રહી હોય છે. ગામવાસીઓની હેરાનગતીને કારણે કંટાળીને યુવતી પોતાનો જીવ આપી ગેવાની પણ વાત કરે છે. છતા પણ લોકોને દયા આવતી નથી. જો કે કેટલાક લોકો મારપીટનો વિરોધ પણ કરે છે.

ગ્રામજનોએ પ્રેમીયુગલને ધમકાવીને માર માર્યો હતો.
ગ્રામજનોએ પ્રેમીયુગલને ધમકાવીને માર માર્યો હતો.

યુવતી તેના પ્રેમીને પોતાની બહેનનો દિયર હોવાનું જણાવી રહી છે
બાઈક પર સવાર થઈને પ્રેમી યુગલ સુમસામ જગ્યાએ પહોંચ્યું હતું. બન્નેને પકડી લીધા બાદ ગામવાસીઓએ તેમની બાઈકની ચાવી લઈ લીધી હતી. જોત-જોતામાં ગામવાસીઓની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ પ્રેમી યુગલને ધમકાવ્યા હતા અને માર માર્યો હતો. આ દરમિયાન યુવતી પોતાના દુપટ્ટા વડે ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી હતી અને રડી રહી હતી. ગામલોકો બંનેને કહે છે કે, તમે આપત્તીજનક સ્થિતિમાં ઝડપાઈ ગયા છો, બંન્ને લગ્ન કરી લો. વીડિયોમાં યુવતી પ્રેમીને પોતાની બહેનનો દિયર હોવાનું જણાવી રહી છે.

ગ્રામજનો સમક્ષ આજીજી કરતું પ્રેમીયુગલ.
ગ્રામજનો સમક્ષ આજીજી કરતું પ્રેમીયુગલ.

પોલીસ મથકના ઈન્સ્પેકટરને આ બાબતની જાણ નથી
કોંચ પોલીસ સ્ટેશનના પ્રભારી ઉમેશ પ્રસાદે જણાવ્યું કે આ મામલો હજુ સુધી તેમના ધ્યાન પર આવ્યો નથી. તેમજ આ મામલે કોઈએ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. હાલમાં આ ઘટનાની માહિતી તમારા તરફથી જ મળી રહી છે. આ પછી તેમણે કહ્યું કે વાઇરલ વીડિયોની સત્યતા જાણ્યા બાદ દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...