તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Girl Got Married To Her Cousin Only, The Family Members Had An Affair And The Funeral Was Held.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધોની અંત્યેષ્ટિ:ઝારખંંડમાં યુવતીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે જ કરી લીધા લગ્ન, રોષે ભરાયેલા પરિવારના લોકોએ સંબંધોના કર્યા અંતિમસંસ્કાર

ચતરા (ઝારખંડ)2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના લોકોનું કહેવું છે કે દીકરીનાં કરતૂતથી સમાજમાં તેમની આબરૂને ધક્કો લાગ્યો છે
  • આટલા વિરોધ છતાં યુવતીએ પોતાના પિતરાઈ ભાઈની સાથે જીવવા-મરવાનો સંકલ્પ ફરી વખત લીધો હતો

ઝારખંંડના ચતરા જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સંબંધોના લીરેલીરા ઊડી ગયા છે. મળતી માહિતી મુજબ ચતરા જિલ્લાના એક ગામમાં રહેતી એક યુવતીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કરી લીધા છે. આ લગ્ન બાદ ભારે હોબાળો થયો. તો યુવતીના પરિવારના સભ્યોએ તો તેનું પૂતળું બનાવીને તેની અંત્યેષ્ટિ જ કરી નાખી.

આ ઘટના ચતરા જિલ્લાના ધનગડા પંચાયતની છે, અહીં આવેલા ખરિકા નામના ગામમાં સંબંધો વચ્ચે શરમજનક કહી શકાય એવી ઘટના સામે આવી છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને ભૂલીને ગામની યુવતીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કરી લીધા છે. તો ભાઈએ પણ રાખડીની લાજ ન રાખતા પોતાની બહેનને પત્ની બનાવી છે.

પરિવારના લોકોનું કહેવું છે કે દીકરીનાં કરતૂતથી સમાજમાં તેમની આબરૂને ધક્કો લાગ્યો છે.
પરિવારના લોકોનું કહેવું છે કે દીકરીનાં કરતૂતથી સમાજમાં તેમની આબરૂને ધક્કો લાગ્યો છે.

યુવતીના પરિવારે અંત્યેષ્ટિ કરી
યુવતીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે જ લગ્ન કરી લેતાં તેના પરિવારમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. શનિવારે યુવતીનું પૂતળું બનાવીને સ્મશાનયાત્રા કાઢવામાં આવી હતી અને તેનો અગ્નિસંસ્કાર પણ કરાયો હતો. ઘટનાથી ભાંગી પડેલા યુવતીના પિતા અને પરિવારના સભ્યોએ યુવતીની સાથે દરેક પ્રકારના સંબંધો કાપી નાખવાની જાહેરાત કરી છે.

યુવતીની માતાની ખરાબ સ્થિતિ
યુવતીએ ભાઈ સાથે જ સંસાર માંડતાં યુવતીની માતાની રડી રડીને ઘણી જ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે. પરિવારના લોકોનું કહેવું છે કે દીકરીનાં કરતૂતથી સમાજમાં તેમની આબરૂને ધક્કો લાગ્યો છે. યુવતીના અંતિમસંસ્કાર સમયે પરિવારના લોકોની સાથે તેના ગ્રામજનો અને કેટલાક સંબંધીઓ પણ હાજર રહ્યાં હતાં.

સમાજ પર ખરાબ અસર પડશે
પિતરાઈ ભાઈ-બહેનના લગ્નથી તેમનો પરિવાર તો ઠીક પણ ગ્રામવાસીઓ અને સ્થાનિક લોકો પણ નારાજ છે. તેમનું માનવું છે કે આ બંનેના નિર્ણયથી સમાજમાં ખરાબ અસર જોવા મળી શકે છે. લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યાં છે. તો બીજી બાજુ આટલા વિરોધ છતાં યુવતીએ પોતાના પિતરાઈ ભાઈની સાથે જીવવા-મરવાનો સંકલ્પ ફરી વખત લીધો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો