તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • "The Friendship Between Pakistan And China Is Terrible. We Are Ready To Face Any Challenge," General Narwane Said

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેના-પ્રમુખની ચેતવણી:જનરલ નરવણેએ કહ્યું- પાકિસ્તાન-ચીન ગઠબંધન આપણા માટે ખતરો, લદાખમાં ચીનને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળ્યો

નવી દિલ્હી8 દિવસ પહેલા
સેના-પ્રમુખ એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે અમે સતત ચીનની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. અમે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ. - Divya Bhaskar
સેના-પ્રમુખ એમ.એમ. નરવણેએ કહ્યું હતું કે અમે સતત ચીનની ગતિવિધિ પર નજર રાખી રહ્યા છીએ. અમે કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ.

ભારતીય સેનાના વડા જનરલ એમ. એમ. નરવણેએ કહ્યું છે કે પાકિસ્તાન અને ચીન વચ્ચે ગઠબંધન આપણા માટે ખતરાજનક છે. તેની અવગણના કરી ના શકાય. સેનાવડાએ મંગળવારે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે સુરક્ષાને લગતા નવા પડકારો અને સેનાની તૈયારી અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ગયા વર્ષે બે મુખ્ય પડકારો રહ્યા. પહેલો- કોરોના અને બીજો- ઉત્તર-પૂર્વ સરહદે તણાવ. સેના તમામ મોરચે એલર્ટ છે. એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ પર ચીન તરફથી જે ગતિવિધિ થઈ, તેમાં નવું કશું ન હતું. તેઓ દર વર્ષે ટ્રેનિંગ માટે ત્યાં આવે છે. અમારી નજર પણ હતી, પરંતુ તેઓ ઘૂસણખોરી કરશે એવો અંદાજ ન હતો. એટલે તેમને ફર્સ્ટ મૂવર એટલે કે પહેલા આવવાનો લાભ મળ્યો.

ચીનને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ
સેના-પ્રમુખે કહ્યું હતું કે 'LAC પર ચીનની તરફથી જે મોબિલાઇઝેશન થયું હતું એ કંઈ નવું ન હતું, તેઓ દર વર્ષે ટ્રેનિંગ માટે આવે છે. અમારી નજર પણ હતી, પરંતુ તેઓ આમ કરશે એનો અંદાજ લગાવી શકાતો નથી. એને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળ્યો.'

લદાખમાં ખડેપગે રહેવાના નિર્દેશ
આ દરમિયાન સેનાવડાએ કહ્યું કે લદાખમાં ચીન સાથેના ઘર્ષણને લઈને સ્થિતિ નથી બદલાઈ. સરકારનો સ્પષ્ટ નિર્દેશ છે કે શિયાળો હોય કે ઉનાળો, અમે મોરચા પર ખડેપગે રહીએ. અમે સૈનિકોને ઠંડીથી બચવા માટે જરૂરી બધું જ ઉપલબ્ધ કરાવ્યું છે. આપણા જવાનોનું મનોબળ ઘણું ઊંચુ છે. ચિંતાની કોઈ વાત નથી. ચીન સાથે વાતચીત કરીને જ સમાધાન કરવાનો પ્રયાસ થશે, પરંતુ સમાધાન સમાન સુરક્ષા આધારે જ થશે. ઉકેલ નહીં આવે તો અમે તેનાથી આગળની કાર્યવાહી માટે પણ તૈયાર છીએ.

સેનામાં હવે ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત
જનરલ નરવણેએ કહ્યું હતું કે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સેનામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત છે. એનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser