નીટ યુજી:મેડિકલ કોલેજોમાં ફર્સ્ટ યરનું સેશન આ વખતે સૌથી મોડું

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણામ પછી પણ કાઉન્સિલિંગ નહીં
  • 2021 પાસઆઉટ થનારા વિદ્યાર્થીઓનો અભ્યાસ 2022માં શરૂ થશે

નીટ યુજી શરૂ થયા બાદ અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એમબીબીએસ ફર્સ્ટ યરનું સેશન સૌથી મોડા શરૂ થશે. 2021માં નીટ ક્રેક કરનારા સ્ટુડન્ટ્સનો અભ્યાસ કોઈ પણ સ્થિતિમાં આ વર્ષે શરૂ નહીં થાય. કારણ - નીટ યુજી-2021નાં પરિણામ 1 નવેમ્બરે જાહેર થયા બાદ અત્યાર સુધી કાઉન્સિલિંગ શરૂ ન થવું છે. દર વર્ષે પરિણામના 10 દિવસમાં જ કાઉન્સિલિંગ શરૂ થઈ જાય છે. 7.71 લાખ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ આઈઆઈટી કાઉન્સિલિંગ હવે લગભગ પૂર્ણ થઈ ગયું છે.

ગત વર્ષે કોરોનાના સમયે પણ 27 ઓક્ટોબરથી કાઉન્સિલિંગ શરૂ કરી દેવાયું હતું. 6થી 12 નવેમ્બર સુધી મેડિકલ કોલેજોમાં રિપોર્ટિંગ કરવાનું હતું. 24 ડિસેમ્બર 2020 સુધી ઓલ ઈન્ડિયા ક્વૉટાની સીટો માટે મોક રાઉન્ડ સુધી થઇ ગયું. આ વર્ષે નવેમ્બરમાં કાઉન્સિલિંગ શરૂ થવા પર પણ જાન્યુઆરીના અંત સુધી એડમિશન પ્રોસેસ ચાલશે. ફેબ્રુઆરીમાં જ અભ્યાસ શરૂ થઈ શકશે.

સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં ફર્સ્ટ યરનો અભ્યાસ શરૂ થઈ જાય છે. સતત બીજા વર્ષે નવું સેશન જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી શરૂ થઈ શકશે. એટલે કે દેશને નવા ડૉક્ટર છથી 8 મહિના મોડેથી મળશે. જો કાઉન્સિલિંગ સમયસર પૂર્ણ થઈ ગયું હોત તો એમબીબીએસના વિદ્યાર્થીઓની પરીક્ષા પણ સમયસર થઈ ગઈ હોય.

2022ની નીટ પીજી 12 માર્ચે
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશને 2022ની પરીક્ષાઓનું શિડ્યુલ પણ જારી કરી દીધું છે. નીટ પીજી 2022નું આયોજન 12 માર્ચે થશે. પણ નીટ પીજીનું વર્ષ 2021નું કાઉન્સિલિંગ અત્યાર સુધી શરૂ થયું નથી. યુજી તથા પીજીના કાઉન્સિલિંગમાં વિલંબને કારણે એમબીબીએસ સાથે સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો પણ મોડેથી મળશે.

અન્ય સમાચારો પણ છે...