• Gujarati News
  • National
  • The First Single Women's Society Of 19 Thousand Women, With An Annual Turnover Of 42 Lakhs

સમાજનાં ટોણાંઓનો જવાબ:19 હજાર મહિલાઓની પ્રથમ સિંગલ વુમન સોસાયટી, વાર્ષિક ટર્નઓવર 42 લાખ

મુંબઈએક મહિનો પહેલાલેખક: વિનોદ યાદવ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કાંતા શિન્દેએ અમુક મહિના પહેલાં જ 10 લાખ રૂપિયામાં ઉસ્માનાબાદમાં એક ઘર ખરીદયું. કાંતાની 10 વર્ષની એક દીકરી છે અને તે એકલી રહે છે. આશરે 8 હજાર રૂપિયા મહિને કમાતી કાંતા હાલમાં ઘણી ખુશ છે. જોકે પોતાના ઘરનું સપનું ઘણા સંઘર્ષ બાદ પૂરું થયું.

કાંતાનાં લગ્ન 17 વર્ષની વયે થઈ ગયાં હતાં. પતિ દારૂડિયો નીકળ્યો અને કોઈ કામ નહોતો કરતો. ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું તો કાંતાએ એક હોસ્પિટલમાં 3 હજાર મહિને પગારવાળી રિસેપ્શનિસ્ટની નોકરી કરી. થોડા સમય પછી પતિએ કાંતાને છોડી બીજાં લગ્ન કરી લીધાં. કાંતાને પતિની સંપત્તિમાંથી કંઇ ના મળ્યું. આ કહાની એક મહિલાની નહીં પણ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ, બીડ, લાતુર, નાંદેડ જિલ્લાની સેંકડો મહિલાઓની આવી જ હાલત છે. આ જિલ્લાની 19 હજાર મહિલાઓએ સિંગલ વુમન સંગઠન બનાવ્યું જેમાં 60 ટકા સિંગલ વુમન છે. 40 ટકા આ મહિલાઓના સંઘર્ષને જોઈ સાથે જોડાઈ ગઈ.

આ મહિલાઓએ ફેબ્રુઆરી 2021માં 11 લાખ રૂપિયા એકઠા કર્યા અને સ્વાવલંબી મહિલા નાગરિક સહકારી સંસ્થા બનાવી. તેનું ટર્નઓવર એક વર્ષમાં જ 42.70 લાખ રૂપિયાએ પહોંચી ગયું. આ મહિલાઓએ 500થી વધુ ગ્રામીણ પરિવેશની સિંગલ મહિલાઓને શરૂઆતના તબક્કે ગેરન્ટર વિના 10થી 20 હજાર રૂપિયાની લોન આપી હતી.

ફક્ત આધારકાર્ડ પર લોન મળે છે
સિંગલ વુમન માટે કામ કરતી એનજીઓ કોરો ઈન્ડિયાના કો-ઓર્ડિનેટર રામ શેલકે કહે છે કે સોસાયટી ગ્રામીણ સિંગલ વુમનને 10થી 20 હજાર રૂપિયાની લોન ફક્ત આધારકાર્ડ પર આપે છે. શહેરના દૃષ્ટિકોણથી આ રકમ ભલે ઓછી લાગે પણ ગામની દૃષ્ટિએ આ મહિલાઓનું જીવન બદલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...