તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયપુર:લોકડાઉન વચ્ચે પ્રથમ પેસેન્જર ટ્રેન પહોંચી, જે શહેરોમાં કોરોનાના સૌથી વધુ કેસ ત્યાંથી લોકો આવ્યા

10 મહિનો પહેલા
તસવીર રાયપુર રેલવે સ્ટેશનની છે, અહીં પહોંચેલા મોટાભાગના લોકોના ચહેરા ઉપર સ્મીત જોવા મળ્યું હતું
 • રાજધાની એક્સપ્રેસથી આવેલા લોકોના હાથ ઉપર હોમ ક્વોરન્ટિનના થપ્પા લગાવાયા
 • થર્મલ સ્ક્રીનિંગ પણ કરાયું, જિલ્લાની 17 ટીમોએ પ્રારંભિક તપાસ કરી
સંબંધીઓને આવતા જોઈ એક વ્યક્તિએ ઈશારો કરીને કહ્યું કે બધુ બરાબર છે.
સંબંધીઓને આવતા જોઈ એક વ્યક્તિએ ઈશારો કરીને કહ્યું કે બધુ બરાબર છે.

ટ્રેનથી ઉતરનાર તમામ લોકોના હાથ ઉપર હોમ ક્વોરન્ટિનના થપ્પા લગાવાયા હતા, પછી તે મહિલા હોય કે બાળક. આ લોકોને 14 દિવસ ઘરમાં રહેવાનું કહેવાયું છે. એવું પણ કહેવાયું છે કે તેઓ કોઈના સંપર્કમાં ન આવે. તમામ પ્રવાસીઓના એડ્રેસને પણ નોંધવામાં આવ્યા છે. જેથી સમય સમય ઉપર તેની તપાસ કરી શકાય. આ ટ્રેનમાં એક એસી ફર્સ્ટ, 5 એસી સેકન્ડ, 11 એસી થર્ડ સહીત 19 કોચ હતા. આ ટ્રેન દિલ્હીથી રવાના થઈ ઝાંસી, ભોપાલ, નાગપુર થઈ રાયપુર આવી. આ ટ્રેન બિલાસપુર જવા રવાના થઈ છે.

સંબંધીઓને આવતા જોઈ એક વ્યક્તિએ ઈશારો કરીને કહ્યું કે બધુ બરાબર છે.
સંબંધીઓને આવતા જોઈ એક વ્યક્તિએ ઈશારો કરીને કહ્યું કે બધુ બરાબર છે.

જે શહેરોમાંથી ટ્રેન આવી ત્યાં કોરોના

ભોપાલ શહેરમાં દર્દીઓની સંખ્યા 810 વધીને 864 થઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યા 4 હજારને પાર કરી ગઈ છે.  દિલ્હીમાં 24 કલાકમાં 406 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસ 7639 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા 24 હજાર 427 થઈ છે, અહીં મૃતકોની સંખ્યા 921 થઈ છે. નાગપુરમાં 300 પોઝિટિવ કેસ મળ્યા છે.યુપીમાં 3698 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો