પુનઃ પરીક્ષણ:પહેલું સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત ફરી સમુદ્રમાં પરીક્ષણ માટે ઉતારાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતના પહેલા સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંતને ફરી એકવાર સમુદ્રમાં પરીક્ષણ માટે ઉતારવામાં આવ્યું છે. આઈએનએસ વિક્રાંતને ઓગસ્ટમાં નૌકાદળના કાફલામાં સામેલ કરાયું હતું. એટલે ભારતીય નૌસેનાએ સમુદ્રમાં જટિલ યુદ્ધાભ્યાસ માટે તેનું પરીક્ષણ શરૂ કર્યું છે.

વિક્રાંતનું વજન 40 હજાર ટન છેઃ
ભારતમાં બનેલા સૌથી મોટા અને સૌથી હાઈટેક યુદ્ધજહાજ 40 હજાર ટન વજનનું છે. તેણે ઓગસ્ટમાં પાંચ દિવસ માટે સમુદ્રમાં સફળતાપૂર્વક યાત્રા કરી હતી અને ઓક્ટોબરમાં દસ દિવસીય સમુદ્રી પરીક્ષણ કર્યું હતું. નૌસેનાના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે કહ્યું છે કે, આઈએસી હવે જટિલ યુદ્ધાભ્યાસ કરીને રવાના થયું છે, જેથી વિશિષ્ટ રીડિંગ જોઈને નક્કી કરી શકાય કે, આઈએનસ વિક્રાંત યુદ્ધજહાજ વિવિધ પરિસ્થિતિમાં કેવું કામ આપી શકે છે. આ જહાજના વિવિધ સેન્સર સૂટનું પણ હવે પરીક્ષણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...