• Gujarati News
  • National
  • Three Air Force Globemasters Arrive In Delhi With Indians, Russia Claims Ukraine Uses Indian Students As Shields

ઓપરેશન ગંગા LIVE:સિંધિયાએ કહ્યું- આજે 19 ફ્લાઈટ્સથી 3726 સ્ટુડન્ટ્સ ભારત આવશે, એરફોર્સ ભારતીયોને કાઢવા માટે વધુ 3 વિમાન મોકલશે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • અત્યારસુધીમાં 17 હજાર ભારતીયોએ યુક્રેન છોડી દીધું છે

ઓપરેશન ગંગા અંતર્ગત 3726 ભારતીયોને લઈને આજે 19 ફ્લાઈટ આવશે. આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી છે. તેમણે આઠ ફ્લાઈટની વિગત આપતા જણાવ્યું કે 2 ફ્લાઈ્ટ સસિવા, 1 કોસિસે, 5 બુડાપેસ્ટ અને 3 ફ્લાઈટ રેજેજથી આવશે. ઈન્ડિયન એરફોર્સે ભારતીયોને કાઢવા માટે વધુ 3 ફ્લાઈટ મોકલવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે બપોરે રોમાનિયાની રાજધાની બુખારેસ્ટથી 183 ભારતીયોને લઈને ફ્લાઈટ મુંબઈ પહોંચી છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીય સ્ટુડન્ટ્સને ભારત લાવવાના ઓપરેશન ગંગા અંતર્ગત 200 ભારતીયોને લઈને એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન ગુરુવારે સવારે હિંડન એરબેઝ પર આવી પહોંચ્યું છે. વિમાને રોમાનિયાના બુખારેસ્ટથી ઉડાન ભરી હતી. અત્યાર સુધીમાં 4 ગ્લોબમાસ્ટરથી 808 ભારતીય પરત ફર્યા છે. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે મુસાફરોનું સ્વાગત કર્યું છે. બીજી તરફ રશિયાની એમ્બેસીએ દાવો કર્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને બંધક બનાવીને યુક્રેન માનવીય કવચ તરીકે તેમનો ઉપયોગ કરી રહ્યું છે. જોકે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે હજી સુધી આવો કોઈ જ રિપોર્ટ મળ્યો નથી.

દિલ્હી-મુંબઈ પહોંચી ઉડાન
બીજી તરફ એર ઈન્ડિયાનું બીજું એક વિમાન પણ ગુરુવારે સવારે દિલ્હી પહોંચી ગયું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ એરપોર્ટ પર મુસાફરોનું સ્વાગત કર્યું છે. ચૌધરીએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં કુલ 16 ઉડાનોથી લગભગ 3000 ભારતીયને યુક્રેનથી ભારત લાવવામાં આવ્યા છે. જ્યારે ઈન્ડિગોનું વિશેષ વિમાન બુખારેસ્ટથી 200 ભારતીયોને લઈને દિલ્હી પહોંચ્યું છે. એમાં આવેલા સ્ટુડન્ટ્સનું સ્વાગત કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરને કર્યું.

રાજીવ ચંદ્રશેખરે દિલ્હી અને રાવસાહેબ પાટિલ દાનવેએ યુક્રેનથી મુંબઈ પહોંચેલા સ્ટુડન્ટ્સનું વિમાનમાં જઈને સ્વાગત કર્યું.
રાજીવ ચંદ્રશેખરે દિલ્હી અને રાવસાહેબ પાટિલ દાનવેએ યુક્રેનથી મુંબઈ પહોંચેલા સ્ટુડન્ટ્સનું વિમાનમાં જઈને સ્વાગત કર્યું.

બીજી 15 ફ્લાઈટ્સ પહોંચશે
આગામી 24 કલાકોમાં બીજી 15 ઉડાન ભારતીયોને લઈને પહોંચનારી છે. અંતિમ ભારતીયના આવવા સુધી ઓપરેશન ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. યુક્રેનની નજીક આવેલા દેશોમાં ભારતીયોના રોકાવવા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ત્યાં ચાર કેન્દ્રીય મંત્રી હાજર છે.

17 હજાર ભારતીયોએ યુક્રેન છોડ્યું
વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડથી 9 વિમાનોએ ઉડાન ભરી છે. બીજાં 6 વિમાનો ટૂંક સમયમાં ઉડાન ભરશે. એમાં એરફોર્સનું ગ્લોબમાસ્ટર પણ સામેલ છે. અત્યારસુધીમાં 17 હજાર ભારતીયોએ યુક્રેન છોડી દીધું છે.

ભારતીય સ્ટુડન્ટ્સને યુક્રેનની સેનાએ બંધક બનાવ્યા- રશિયાનો દાવો
યુક્રેનમાં ફસાયેલા ભારતીય સ્ટુડન્ટ્સમાંથી કેટલાકને યુક્રેનની સેનાએ બંધક બનાવી દીધા છે, જેથી તેમનો ઉપયોગ માનવીય કવચના રૂપમાં કરી શકાય. આ દાવો ભારત સ્થિત રશિયાની એમ્બેસીએ કર્યો છે. રશિયાની એમ્બેસીએ ટ્વીટમાં કહ્યું હતું કે અમને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, યુક્રેનની સેનાએ ભારતીયોના એક ગ્રુપને બળપૂર્વક રોખી રાખ્યું છે, જે યુક્રેનથી બેલગોરોડ જઈ રહ્યું હતું. યુક્રેનની સેનાએ તેમને કોઈપણ રીતે નીકળવા ન દીધા.

યુક્રેને કહ્યું ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે રશિયા યુદ્ધ રોકે
યુક્રેને આ અંગે જણાવ્યું કે રશિયા ખાર્કિવ અને સુમીમાં યુદ્ધ રોકે જેનાથી વિદેશી વિદ્યાર્થીઓ સહિત આમ નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે કાઢી શકાય. આ વિદ્યાર્થીઓ રશિયા દ્વારા યુક્રેનના રહેણાંક વિસ્તારો પર સતત કરાઈ રહેલા હુમલાને કારણે બહાર નીકળી શકતા નથી.

PM મોદીની પુતિન સાથે વાત
આ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM નરેન્દ્ર મોદી સાથે વાત કરી અને યુક્રેનની સ્થિતિની સમીક્ષા કરી. મોદીએ યુદ્ધવાળા વિસ્તાર ખાર્કિવમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લેવાનો મુદ્દો ઉઠાવ્યો.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ચાર ભાષા બોલીને સ્વાગત કર્યું
આ પહેલા બુધવારે પહોંચેલા વિમાનમાં આવેલા સ્ટુડન્ટ્સનું કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિલ્હી એરપોર્ટ પર મલયાલમ, બાંગલા, ગુજરાતી અને મરાઠી ભાષાના સ્ટુડન્ટ્સનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે ઘર પરત ફરવા પર તમારુ સ્વાગત છે. તેમણે કહ્યું કે તમે તમામે યુક્રેનમાં પોતાના સાહસનો પરિચય આપ્યો છે. હવે તમે ભારત પોતાના દેશમાં આવી ચુક્યા છો. આ માટે તમે ફ્લાઈટના ક્રૂ મેમ્બરને પણ ધન્યવાદ આપો.

કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હી અને રાવસાહેબ પાટિલ દાનવેએ યુક્રેનથી મુંબઈ પહોંચેલા સ્ટુડન્ટ્સનું વિમાનમાં જઈને સ્વાગત કર્યું.
કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હી અને રાવસાહેબ પાટિલ દાનવેએ યુક્રેનથી મુંબઈ પહોંચેલા સ્ટુડન્ટ્સનું વિમાનમાં જઈને સ્વાગત કર્યું.

એમ્બેસીએ એડવાઈઝરી બહાર પાડી
યુક્રેનની કીવ સ્થિત ભારતીય એમ્બેસીએ ચેતવણી આપતા કહ્યું હતું કે ભારતીય કોઈ પણ સ્થિતિમાં સાંજે 6 વાગ્યા (ભારતીય સમય અનુસાર રાતે 9.30 વાગ્યા) સુધીમાં ખાર્કિવ છોડી દે. એમ્બેસીએ બીજી એલર્ટમાં કહ્યું કે વિદ્યાર્થી નજીકના શહેર પોસેચિન, બાબઈ અને બેજુલ્યોદોવ્કા પહોંચે. આ એલર્ટ પછી ખાર્કિવમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ ચાલતા જ બીજા શહેર તરફ નીકળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...