તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The First Dose Of Vaccine Was Given To The Population Above 18 Years Of Age In 6 States, Total Vaccination Exceeding 74 Crores

ભારતમાં કોરોના વેક્સિન:6 રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરની સમગ્ર વસ્તીને વેક્સિનનો પ્રથમ ડોઝ લાગ્યો, કુલ વેક્સિનેશન 74 કરોડને પાર

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
(પ્રતિકાત્મક તસવીર)
  • ભારત કુલ ડોઝમાં ચીનથી પાછળ, ચીનમાં 2.14 અબજ ડોઝ લગાવી ચુક્યું છે. ત્રીજા નંબર પર અમેરિકા અને ચોથા ક્રમ પર બ્રાઝીલ છે

કોરોના વેક્સિનેશન અંગે ભારત દરરોજ નવી નવી સિદ્ધીઓ હાંસલ કરી રહ્યું છે. રવિવાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ વેક્સિનેશન કવરેજ 74 કરોડને પાર થઈ ગયું છે. હવે દેશમાં 6 એવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જ્યાં 100 ટકા વસ્તી કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવી ચુકી છે. તેમા ગોવા, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, સિક્કીમ, લક્ષદ્વીપ, દાદરા-નગર હવેલી અને દમણ-દીવનો પણ સમાવેશ થાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા પર આ અંગેની માહિતી આપી હતી.

કોવિન પોર્ટલ પર આપવામાં આવેલ માહિતી પ્રમાણે રવિવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં 51.31 લાખ વેક્સિન લાગી ચુક્યા છે. તેનાથી દેશભરમાં કુલ લગાવવામાં આવેલા ડોઝની સંખ્યા 74.29કરોડને પાર થઈ ગઈ છે. આ પૈકી 56.51 કરોડ પ્રથમ ડોઝ અને બીજા ડોઝ 17.77 કરોડ જેટલા લગાવવામાં આવ્યા છે. ભારતમાં વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ થયાને 8 મહિના પૂરા થવા જઈ રહ્યા છે. અહીં આ વર્ષે 16 જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું.

ભારત ચીનથી પાછળ, અમેરિકાથી આગળ
ભારત કુલ ડોઝની બાબતમાં ફક્ત ચીનથી જ પાછળ છે. હવે અત્યાર સુધીમાં 2.14 અબજ ડોઝ લગાવી ચુક્યું છે. ત્રીજા નંબર પર અમેરિકા અને ચોથા ક્રમ પર બ્રાઝીલ છે.

શનિવારે 31,287 નવા દર્દી મળ્યા
દેશમાં શનિવારે કોરોના સંક્રમણના 31,287 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. 37,880 સંક્રમિત લોકો આ બીમારીમાંથી સાજા થયા, જ્યારે 338 દર્દીના મોત થયા હતા. શનિવારે કેરળમાં 20,487 કેસ સામે આવ્યા. અહીં 26,155 લોકો સાજા થયા જ્યારે 181 લોકોના મોત થયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 3,075 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા.