• Gujarati News
  • National
  • Dengue Case Of Black Fungus Comes To Light In Jabalpur, Madhya Pradesh, The Patient Will Undergo Surgery

હવે ડેન્ગ્યુથી પણ બ્લેક ફંગસનો ખતરો:મધ્યપ્રદેશના જબલપુરમાં ડેન્ગ્યુથી બ્લેકફંગસ થવાનો કેસ પ્રકાશમાં આવ્યો, દર્દીનું ઓપરેશન થશે

જબલપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોહલ્લાના ડોક્ટરની દવા લીધા પછી આંખો લાલ થઈ ગઈ હતી

મધ્યપ્રદેશના જબલપુરમાં ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો છે. આ રાજ્યમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. પીડિતની બંને આંખો પ્રભાવિત થઈ છે. દર્દીના પ્લેટલેટ્સ તો નોર્મલ થઈ ગયા છે, જોકે તેમની આંખોના નીચેના ભાગમાં પરુ ભરાઈ ગયું છે. જોકે તેને દુરબીન વિધિથી ઓપરેશન કરીને કાઢી લેવામાં આવશે. ડેન્ગ્યુ પછી બ્લેક ફંગસ થવાથી આ કેસને લઈને ડોક્ટર પણ હેરાન છે.

જબલપુર મેડિકલ કોલેજના ENT વિભાગના હેડ ડો.કવિતા સચદેવાના જણાવ્યા મુજબ એક સપ્તાહ પહેલા આ દર્દી આવ્યો હતો. જબલપુર નિવાસી 40 વર્ષના આ દર્દીને ડેન્ગ્યુ થયો હતો. તેણે થોડા દિવસ સુધી ઘરે જ રહીને મોહલ્લાના ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. તે પછી તેમની આંખો લાલ થઈ ગઈ હતી. તેમણે આઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું તો તે પણ સમજી ન શક્યા. તે પછી બીજા આઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું તો તેમણે મેડિકલ ENT વિભાગને રીફર કર્યા હતા.

પહેલા ડેન્ગ્યુની સારવાર થઈ, હવે થશે બ્લેક ફંગસનું ઓપરેશન
ડોક્ટર કવિતા સચદેવાન જણાવ્યા મુજબ પીડિતાની પહેલા ડેન્ગ્યુની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમને બ્લેક ફંગસની દવા અપાતી રહી. હવે ડેન્ગ્યુ સંપૂર્ણ રીતે મટી ગયો છે. પ્લેટલેટ્સ પણ નોર્મલ છે. જરૂરી તપાસ પછી બ્લેક ફંગસનું ઓપરેશન થશે. દર્દીની બંને આંખોની પાછળ ખૂબ જ પરુ ભરાઈ ગયું છે. તેને નાક પાસે દરબીન વિધિથી ઓપરેશન કરીને કાઢવામાં આવશે.

ઓગસ્ટ સુધીમાં ગાયબ થવાની હતી આ બીમારી
ડોક્ટર કવિતા સચદેવે જણાવ્યું કે આ બીમારી ઓગસ્ટ સુધીમાં સમાપ્ત થઈ જવાની હતી, જોકે ડેન્ગ્યુ પીડિતને બ્લેક ફંગસ થવાનો આ મામલો ચોંકાવનારો છે. દર્દીને કોવિડ પણ થયો નહોતો. આ સિવાય તેને ડાયાબિટીસ પણ નથી.

સચદેવા સહિત અન્ય ડોક્ટરોનું માનવું છે કે મોહલ્લાના ડોક્ટરે ડેન્ગ્યુની સારવારમાં કોઈ એવી દવા આપી દીધી, જેનુ રીએક્શન થયું છે. આ કારણે પીડિત બ્લેક ફંગસનો ભોગ બન્યો. આ સિવાય બીજી એક શક્યતા એવી પણ છે કે તેને ડેન્ગ્યુ થતા પહેલા હળવો કોવિડ થયો હોય અને તેને ખ્યાલ ન રહ્યો હોય.

અન્ય સમાચારો પણ છે...