તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The First Batch Of Russian Vaccine Sputnik V Is Coming To India; India Got One More 'weapon' In The Fight Against Corona, Know What Is Special

ભારતના પડખે વિશ્વ:રશિયન વેક્સિન સ્પૂતનિક-Vનો પ્રથમ જથ્થો ભારત પહોંચ્યો; જાણો કેટલી હશે તેની કિંમત અને ખાસિયતો

3 મહિનો પહેલા
રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો આજે ભારત આવી રહ્યો છે.
  • સ્પૂતનિક-V દ્વારા ભારતને કોરોનાની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં મદદ મળશે
  • 5 ભાજપ શાસિત રાજ્ય સહિત 11 રાજ્યોએ વેક્સિનેશન પ્રોગ્રામને નિર્ધારિત સમયે શરૂ કરવાનો ઈનકાર કર્યો

કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતને આજે વધુ એક શસ્ત્ર મળી ગયું છે. રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક-Vનો પહેલો જથ્થો આજે ભારત પહોંચી ગયો છે. આ પહેલાં ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન સાથે કોરોના સામે યુદ્ધ ચાલુ છે. સ્પૂતનિક-Vની પ્રથમ બેચ આવવાથી ભારતમાં વેક્સિનેશન ઝડપી બનશે, કારણ કે વિશ્વના સૌથી મોટી વેક્સિનેશન અભિયાનમાં વધુ એક વેક્સિન જોડાશે. તમને જણાવી દઈએ કે સ્પૂતનિક-V વેક્સિન નેશનલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમિયોલોજી અને માઇક્રોબાયોલોજી દ્વારા વિકસિત કરવામાં આવી છે.

5 ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને કર્ણાટક સહિત પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઓરિસ્સા, પંજાબ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ એટલે કે 11 રાજ્યોએ વેક્સિનેશન પ્રોગ્રામને નિર્ધારિત સમયે શરૂ કરવાનો ઈનકાર કર્યો છે.

સ્પૂતનિક-V લઈને આવેલું વિમાન હૈદરાબાદમાં લેન્ડ થયું હતું.
સ્પૂતનિક-V લઈને આવેલું વિમાન હૈદરાબાદમાં લેન્ડ થયું હતું.

ન્યૂઝ એજન્સી રોઈટર્સે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)ના વડા કિરીલ દિમિત્રીકે ગયા અઠવાડિયે ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે તેમને આશા છે કે રશિયાની આ વેક્સિન સપ્લાઈ ભારતને કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાંથી બહાર નીકળવામાં મદદ કરશે.

વેક્સિન ટ્રાયલમાં રહી હતી અસરકારક
શરૂઆતમાં આ વેક્સિનની ક્ષમતા સામે સવાલ ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં ટ્રાયલના ડેટા જ્યારે ધ લાંસેટમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા, ત્યારે વેક્સિનને સલામત અને અસરકારક ગણાવી હતી. હકીકતમાં, કોવિડ -19 ની રશિયન વેક્સિન 'સ્પૂતનિક-Vની ત્રીજી તબક્કાની ટ્રાયલમાં તે 91.6 ટકા અસરકારક સાબિત થઈ હતી અને કોઈ આડઅસર પણ જણાઈ ન હતી. 'ધ લાંસેટ' જર્નલમાં પ્રકાશિત આંકડાના વચગાળાના વિશ્લેષણમાં આ દાવો કરવામાં આવ્યો છે. અભ્યાસના આ પરિણામો આશરે 20,000 સહભાગીઓ પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના વિશ્લેષણ પર આધારિત છે.

ભારતે આપી છે ઇમરજન્સી ઉપયોગને મંજૂરી
ભારતમાં રશિયન કોરોના વેક્સિન 'સ્પૂતનિક-V' ને ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી હતી. ભારતની સેન્ટ્રલ મેડિસીન ઓથોરિટીની એક નિષ્ણાત સમિતિએ દેશમાં કેટલીક શરતો સાથે રશિયન કોરોના વેક્સિન 'સ્પૂતનિક- V' ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ પણ કરવામાં આવી હતી, જેને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીસીજીઆઈ) દ્વારા મંજૂરી આપવામાં આવી. ગમાલયા ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો છે કે 'સ્પૂતનિક-V' વેક્સિન એ કોરોના સામે અત્યાર સુધી વિકસિત તમામ વેક્સિનોમાં સૌથી વધુ અસરકારક છે.

કેવી રીતે અન્ય વેક્સિન કરતાં અલગ છે સ્પૂતનિક- V
રશિયન કોરોના વેક્સિન સ્પૂતનિક- Vએ એસ્ટ્રાઝેનેકાની રસી જેવી જ એક વાયરલ વેક્ટર વેક્સિન છે. પરંતુ અન્ય કોઈ કોરોના વેક્સિનથી વિપરીત સ્પૂતનિક- V વેક્સિનના બંને ડોઝ એકબીજાથી અલગ છે. સ્પૂતનિક- Vના બંને ડોઝમાં વિવિધ વેક્ટરનો ઉપયોગ SARS-CoV-2ના સ્પાઇક પ્રોટીનને ટાર્ગેટ કરવા માટે કરવામાં આવ્યો છે. જણાવીએ કે SARS-CoV-2 જ કોરોના વાયરસનું કારણ બને છે. વેક્સિનની પ્રકૃતિમાં પણ, સ્પૂતનિક- Vના બે ડોઝનો ઉપયોગ સમાન રસી માટે થાય છે અને તેનો હેતું કોરોના સામે લાંબી સુરક્ષા આપવાનો છે.

તેની કિંમત શું હોઈ શકે
જો તમે આ વેક્સિનના ભાવ વિશે વાત કરો, તો કંપનીએ તેની કિંમત વિશે કહ્યું છે કે ભારતમાં સ્પૂતનિક- Vના એક ડોઝ માટે મહત્તમ 10 ડોલર (લગભગ 750 રૂપિયા) ખર્ચ થશે. જો કે, સ્પૂતનિક- V વેક્સિનના સત્તાવાર ભાવની જાહેરાત કરવામાં આવી નથી. હાલમાં ભારતમાં જે બે વેક્સિન છે, તેને કેન્દ્ર સરકાર 250 રૂપિયામાં ખરીદે છે.

રશિયન વેક્સિન સ્પૂતનિક- Vની વૈશ્વિક પહોંચ ખૂબ વધુ હોઈ શકે છે, કેમ કે 60 કરતાં વધુ દેશોએ સ્પૂતનિક- V સપ્લાય કરવાના કરાર કર્યા છે. 1 મેના રોજ સ્પૂતનિક-V વેક્સિનની પ્રથમ બેચ ભારતમાં પહોંચે છે, તો તેનો ઉપયોગ 1 મેથી જ વેક્સિનેશનના ત્રીજા તબક્કામાં થઈ શકે છે. 1 મેથી, ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ રસી આપવામાં આવશે.

કયા દેશોએ સ્પૂતનિક- Vને મંજૂરી આપી
તુર્કી, ચિલી અને અલ્બાનિયા સિવાય અન્ય 60 દેશોએ સ્પૂતનિક- Vને મંજૂરી આપી છે. રશિયા, બેલારુસ, અર્જેન્ટિના, બોલિવિયા, સર્બિયા, અલ્જેરિયા, પેલેસ્ટાઇન, વેનેઝુએલા, પેરાગ્વે, તુર્કમેનિસ્તાન, હંગેરી, યુએઈ, ઈરાન, રિપબ્લિક ઓફ ગિની, ટ્યુનિશિયા, આર્મેનિયા, મેક્સિકો, નિકારાગુઆ, રેપબ્લિકા શ્રીપસ્કા (બોસ્નીયા અને હર્ઝેગોવિનાનું એકમ), લેબનોન, મ્યાનમાર, પાકિસ્તાન, મંગોલિયા, બહેરિન, મોન્ટેનેગ્રો, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, ગેબોન, સાન-મેરિનો, ઘાના, સીરિયા, કિર્ગીઝસ્તાન, ગુયાના, ઇજિપ્ત, હોરાસુરા, ગ્વાટેમાલા, મોલ્ડોવા, સ્લોવાકિયા, એન્ગોલા, રિપબ્લિક, કોંગો, જિબુતી, શ્રીલંકા, લાઓસ, ઇરાક, ઉત્તરીય મેસેડોનિયા, કેન્યા, મોરોક્કો, જોર્ડન, નામિબીઆ, અઝરબૈજાન, ફિલિપાઇન્સ, કેમરૂન, સેશેલ્સ, મોરેશિયસ, વિયેતનામ, એન્ટિગુઆ અને બાર્બુડા, માલી, પનામા, ભારત, નેપાળ અને બાંગ્લાદેશે સ્પૂતનિકને મંજૂરી આપી છે.