તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The First Batch Of Anti covid Drug 2DG Prepared By DRDO Will Be Launched Today, 10 Thousand Packets Will Be Available For Patients

કોરોનાની દેશી દવા:DRDOએ તૈયાર કરેલી એન્ટી કોવિડ ડ્રગ 2DG લોન્ચ; પાઉડરના રૂપમાં છે આ દવા, સવાર-સાંજ પાણીમાં મિક્સ કરીને દર્દીઓને આપવામાં આવશે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • આ દવાને સૌથી પહેલા દિલ્હીની DRDO કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપવામાં આવશે

DRDOની એન્ટી કોરોના ડ્રગ 2DGને સોમવારે ઈમર્જન્સી યુઝ માટે રિલીઝ કરવામાં આવી છે. હવે એ દર્દીઓને આપી શકાશે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષ વર્ધન હાજર રહ્યા હતા. આ દવા એક પાઉડરના રૂપમાં છે. આ દવાને સૌથી પહેલા દિલ્હીની DRDO કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સ્વાસ્થ્યમંત્રી હર્ષ વર્ધન પણ દર્દીઓને આ નવી દવા આપવાના પ્રસંગે હાજર રહી શકે છે. આ દવા એક પાઉડરના રૂપમાં છે. આ દવાને સૌથી પહેલા દિલ્હીની DRDO કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને આપવામાં આવશે.

DRDOએ ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝની સાથે મળીને બનાવી
આ દવાને DRDOની ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાઈડ સાયન્સ(INMS)એ ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝની સાથે મળીને બનાવી છે. ક્લિનિકલ રિસર્ચ દરમિયાન 2-ડીજી દવાના 5.85 ગ્રામના પાઉચ તૈયાર કરવામાં આવ્યાં. એનું એક-એક પાઉચ સવારે-સાંજે પાણીમાં મિક્સ કરીને દર્દીઓને આપવામાં આવ્યું. એનાં રિઝલ્ટ સારાં રહ્યાં. જે દર્દીઓને દવા આપવામાં આવી હતી તેમનામાં ઝડપી રિકવરી જોવા મળી. એ આધાર પર ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાએ આ દવાના ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે.

દેશની 27 હોસ્પિટલમાં થઈ છે ટ્રાયલ
આ પહેલાં DRDOના અધિકારીઓએ જણાવ્યું હતું કે સમગ્ર દેશની જે 27 હોસ્પિટલમાં આ દવાની અંતિમ ટ્રાયલ કરવામાં આવી હતી. ત્યાં બચેલો સ્ટોક પણ એકત્રિત કરવામાં આવ્યો છે. એને દિલ્હીની DRDO હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે. આ દવાઓને દિલ્હી લાવવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

ડોક્ટર્સની સલાહ પર જ આપવામાં આવશે
આ દવા હાલ હોસ્પિટલોમાં ડોક્ટરની સલાહ પર જ આપવામાં આવશે. હાલ એના માત્ર ઈમર્જન્સી યુઝની મંજૂરી આપવામાં આવી છે. જ્યાં સુધી આ દવાના સામાન્ય ઉપયોગની મંજૂરી મળતી નથી, ત્યાં સુધી એનું બજારમાં આવવું શક્ય નથી.

અન્ય સમાચારો પણ છે...