નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની આજની પ્રેસ કોન્ફરન્સ એગ્રીકલ્ચર પર પણ ફોકસ રહી, પણ 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત અભિયાન પેકેજથી તેને ખાસ નથી મળ્યા. તેમણે કહ્યું કે 3 કરોડ ખેડૂતો અગાઉથી 4 લાખ કરોડની રાહત મળી છે. માર્ચમાં નાબાર્ડ મારફતે ગ્રામીણ બેન્કોને પૈસા ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી ઋણ આપી શકે. એવી જ રીતે ખેડૂતો 31 મે સુધી વ્યાજની છૂટ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે 70 ટકા વસ્તી અને 43 ટકા રોજગારી કૃષિ પર નિર્ભર છે.
પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દા
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ સાથે હાજર કેન્દ્રીય રાજ્ય નાણાં પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ તેમના પ્રથમ ભાષણમાં કહ્યું હતું કે તેમની સરકાર એવા ગરીબો, યુવાનો અને મહિલાઓને સમર્પિત છે. ગામ, ગરીબ, પીડિત, વંચિતો માટે છે. અમે ગરીબથી ગરીબ વ્યક્તિની મદદ કરવાની છે.
કોને મળશે?
દેશની 70 ટકા વસ્તી કૃષિ પર નિર્ભર રહે છે. દેશમાં 43 ટકા રોજગારી પણ કૃષિ પર નિર્ભર છે. સરકારે આજે જે આત્મનિર્ભર ભારત યોજના પેકેજને લઈ જાહેરાત કરી છે તેનાતી 5.5 કરોડ ખેડૂતોને ફાયદો મળશે.
શું મળશે?
કેટલા મળશે?
ક્યારે મળશે?
લોકડાઉનની શરૂઆતથી જ ખેડૂતોને આ સુવિધાઓ આપવામાં આવી રહ્યા છે, જે આ રીતે આગળ જારી રહેશે
એક્સપર્ટ વ્યૂ
હેમંત માથુર (આઈઆઈએમ અમદાવાદ દ્વારા સ્થાપિત ભારત ઈનોવેશન ફંડના પાર્ટનર)એ કહ્યું કે તે ઘણુ સારું પેકેજ છે. ખેડૂત મુશ્કેલીમાં છે. નાના અને સીમાંત ખેડૂતોને કેન્દ્રમાં રાખ્યા છે. વ્યાજ આપવામાં થોડી રાહત છે. આ સકારાત્મક પગલું છે. ખેડૂતોએ તરલતાને ચેલેન્જ સૌથી મોટી છે. પાકની કિંમતો ઓછી થઈ ગઈ. 10થી 40 ટકા કિંમત ઘટી છે. પોલ્ટ્રી સેક્ટર ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ફિશરમેનની તમામ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સરકારે આ સમયનો ઉપયોગ રિફોર્મના સ્વરૂપમાં છે.
બીજી બાજુ આરએમએલ એગ્રોટેકના રાજીવ તેવતિયા (સીઆઈઆઈમાં એગ્રી મેમ્બર)એ કહ્યું કે તેનો લાભ ખેડૂતો અને નાના દુકાનદારોને મળ્યો છે. તેનાથી વિશ્વાસ વધશે. લોકો તેમના કારોબાર શરૂ કરશે. પોતાના કામકાજો પર જોડાવું જોઈએ. તમામને મળી આગળ વધવાનું રહેશે. પેકેજ યોગ્ય વધવાનું રહેશે. પેકેજ યોગ્ય દિશામાં છે. ભારતીય કૃષિને વિવિધ સ્ટેજ પર લઈ જવા માટે સરકારે ડિજીટલ ઉપયોગ કરવો જોઈએ. કેટલાક રિફોર્મને આગળ વધારવા જોઈએ.સરકારે શાં જાહેરાત કરવી પડી
બિઝનેસ-ફેક્ટરી બંધ થવાથી કૃષિ પર દબાણ વધ્યુંઃ કોરોના વાઈરસને પગલે દેશમાં તમામ પ્રકારના કારોબાર અને ફેક્ટરી બંધ છે અથવા તેની ઝડપ ધીમી છે. આ સંજોગોમાં કૃષિ પર વધારે દબાણ આવ્યું છે. કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર અને તેને લગતા ક્ષેત્રો લોકડાઉનથી છૂટ આપી. જેથી ખાદ્ય વસ્તુઓની અછત નથી. દેશની કુલ જીડીપીમાં કૃષિના 3 ટકા યોગદાન છે,પણ લોકોને તેનાથી રોજગારી મળે છે. 2019-20માં જીવીએ (ગ્રોસ વેલ્યુ એડેડ)માં કૃષિનું યોગદાન ઘટી 16.50 ટકા થઈ ગયું છે, જે 2014-15માં 18.20 ટકા હતો. ઘટાડાનું મુખ્ય કારણ 2014-15માં 11.2 ટકાથી 2017-18માં 10 ટકા સુધી પાકોના જીવીએનો હિસ્સેદારીમાં ઘટાડાનું કારણ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.