• Gujarati News
  • National
  • The Final Video Of The Tug boat Vortex In Tau te Hurricane, This Is How The Ship Sank In The Gandatur Sea In Mumbai

છેલ્લો વીડિયો:તાઉ-તે વાવાઝોડાંમાં આ રીતે વરપ્રદા બોટ ડૂબી, મધદરિયાનાં ભયાવહ દૃશ્યો સામે આવ્યાં

એક વર્ષ પહેલા

થોડાં દિવસ પહેલાં આવેલાં તાઉ-તે વાવાઝોડાંને લીધે મુંબઈમાં ટગ બોટ વરપ્રદા દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેનો કમકમાટીભર્યો વીડિયો હવે સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બોટની સાઇડમાંથી ગાંડાતૂર દરિયાનું પાણી શિપમાં આવી રહ્યું છે, અને શિપ એકબાજુ ધીમે-ધીમે નમી રહી છે. મોત પહેલાં સૂરજ ચૌહાણ નામના યુવકે આ વીડિયો બનાવ્યો હતો. સૂરજે આ વીડિયો તેના ફ્રેન્ડને મોકલ્યો હતો. દરિયા કિનારેથી થોડે દૂર ટગબોટ વરપ્રદાનો કાટમાળ મળી આવ્યો છે. આ બોટ પર 13 લોકો સવાર હતાં. જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. જ્યારે 11 લોકોના મૃતદેહ મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...