• Gujarati News
  • National
  • The Festival Of Holi Echoed In The Gopinath Temple, Foreign Women Said There Is No Such Joy Anywhere

વિધવા માતાઓએ વ્રજમાં ફૂલ-ગુલાલની હોળી રમી, PHOTOS:ગોપીનાથ મંદિરમાં હોળીનો ઉત્સવ ગુંજ્યો, વિદેશી મહિલાઓએ કહ્યું- આવો આનંદ ક્યાંય નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વૃંદાવનના ગોપીનાથ મંદિરમાં સોમવારે વિધવા માતાઓએ ફૂલ-ગુલાલથી હોળી રમી. તેમાં સામેલ થવા એક હજારથી વધુ દેશી-વિદેશી મહિલાઓ પહોંચી. વિદેશી પર્યટકોએ કહ્યું કે, અદ્ભુત, આવું દૃશ્ય પહેલી વખત જોયું, આવા આનંદની અનુભૂતી પહેલી વખત થઈ. ગોપીનાથ મંદિરના પટાંગણમાં એટલા ગુલાલ અને ફૂલોનો વરસાદ થયો કે જમીન પર તેની ચાદર પથરાઈ ગઈ.

તસવીરોમાં જુઓ ઉજવણી અને ચહેરા પર કૃષ્ણ સંગ હોળી રમવાનો આનંદ...

વૃંદાવનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર માટે મહિલા આશ્રય સદન છે. તે ઉપરાંત અમુક વૃદ્ધાશ્રમોનું સંચાલન સામાજિક સંસ્થાઓ પણ કરે છે.

વિદેશી મહિલાઓ માટે વિધવા મહિલાઓની આ હોળીનો અનુભવ નવો હતો. તેમણે પણ ફૂલોની હોળી રમી

વિદેશી મહિલાઓએ કહ્યું કે, આવું દ્રશ્ય તેમણે માત્ર વૃંદાવનમાં જોયું છે. આવી હોળીની ઉજવણી અમેઝિંગ છે.

વિધવા મહિલાઓની હોળી જોવા વિદેશી પર્યટકો પણ ઉમટ્યા. તેમણે પણ ઉજવણી કરી.

મહિલાઓએ હોળીની ઉજવણી શરૂ થતાં પહેલાં ફાગ ગીતો ગાયા. મહિલાઓએ કહ્યું કે, આવી ઉજવણીથી તેમનામાં નવી ઉર્જાનો સંચાર થાય છે

આજ બિરજ મે હોલી રે રસિયા.. ગીત પર હજારો મહિલાઓએ ગુલાલ ઉડાડી ડાન્સ કર્યો. મહિલાઓ ઉજવણીમાં એવી તો મગ્ન થઈ ગઈ કે તેમને પણ ખબર ના પડી કે તેમના પગ ક્યારે થનગનાટ કરવા લાગ્યા.

સુલભ ઈન્ટરનેશનલ સંસ્થાએ વિધવા મહિલાઓ માટે આ કાર્યક્રમ રાખ્યો હતો. ગુલાલ અને ફૂલો સાથે બધાએ ભેગા મળી હોળી ઉજવી.

વૃંદાવનના ગોપીનાથ મંદિરમાં વિધવા મહિલાઓએ હોળી રમી