તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Ferocious Tiger Was Chased By Dogs With A Raised Tail, It Was Difficult To Enter The Village In The Middle Of The Night

રાજસ્થાન:ખૂંખાર દીપડાને કૂતરાઓએ ઊભી પૂંછડીએ ભગાડ્યો, અડધી રાતે ગામમાં ઘૂસવું ભારે પડ્યું

3 મહિનો પહેલા

રાજસ્થાનના ઉદયપુરના આ સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક દીપડો શિકારની શોધમાં છેક શેરી સુધી પહોંચી જાય છે. શેરીમાં સૂઈ રહેલા કૂતરાની લગોલગ શિકારી દીપડો પહોંચી જાય છે. મોકો મળતાં જ દીપડાએ કૂતરાને દબોચી લઈને ત્યાંથી દોટ મૂકી હતી. જો કે, ત્યાં જ હાજર અન્ય કૂતરાઓએ પણ દીપડા પાસેથી તેનો શિકાર છોડાવવા દોટ મૂકી હતી. વફાદાર કહેવાતા શ્વાનોએ પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને સાથી કૂતરાને શિકારીના જડબામાંથી જીવતો બચાવ્યો હતો. ગોંગુદાની ગલીમાં દીપડા અને શ્વાનો વચ્ચે સર્જાયેલા આ ઘટનાક્રમના વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...