• Gujarati News
  • National
  • The Ferocious Dogs Bit The Girl As She Fell On The Prey, Killing Her In Seconds, Aligarh's Shocking CCTV

ડરામણાં દૃશ્યો:ખૂંખાર કૂતરાઓ શિકાર પર તૂટી પડે એમ બાળકીને ચોંટી ગયા, સેકન્ડોમાં જ લોહીલુહાણ કરી નાખી, અલિગઢના શૉકિંગ CCTV

2 મહિનો પહેલા

ઉત્તર પ્રદેશના અલિગઢમાં રસ્તા પર જતી બાળકી પર ખૂંખાર કૂતરાઓએ હુમલો કર્યો છે. આ હુમલાના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે, કૂતરા પાછળ પડતાં બાળકી દોડીને ગેટની અંદર ઘુસી જાય છે. જો કે, જીવ બચાવવા ભાગી રહેલી બાળકી પડી જાય છે અને ત્રણ કૂતરા તેને ચોંટી પડે છે. શિકાર પર તૂટી પડે એમ આ કૂતરાઓ બાળકીને બચકાં ભરવા માંડ્યા અને ગણતરીને સેકન્ડોમાં જ તેને લોહીલુહાણ કરી નાખી. આ સમગ્ર ઘટના અલિગઢ મુસ્લિમ યુનિવર્સિટીના કેમ્પસમાં બની છે. સદનસીબે અહીં હાજર બે યુવતીઓ આવે છે અને કૂતરાઓને ભગાડે છે. આ હુમલામાં બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી છે.