હાલ એર ઈન્ડિયા સતત ચર્ચાનો વિષય બનેલી છે. ફ્લાઈટનો એક નવો મામલો સામે આવ્યો છે. એક મહિલા યાત્રીના ખાવામાં પથ્થર મળી આવ્યો છે. AI-215 ફ્લાઈટ દિલ્હીથી કાઠમાંડુ જઈ રહી હતી. મહિલાએ 8 જાન્યુઆરીના રોજ તેમની સાથે બનેલી ઘટના સોશિયલ મીડિયામાં શેર કરી છે. હવે એરલાઈને આ મામલે કહ્યું કે કેટરર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
એર ઈન્ડિયાએ કહ્યું- અમને માફ કરશો
એર ઈન્ડિયાના પ્રવક્તાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એર ઈન્ડિયાએ આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. AI-215 પર એક મહિલા પેસેન્જરને ફ્લાઈટ દરમિયાન પીરસવામાં આવેલા ખાવામાં એક પથ્થર મળ્યો હતો. અમે પેસેન્જર પાસે માફી માગી છે"
પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, "અમે આ મામલો કેટરર પાસે ઉઠાવ્યો છે. અમે કેટરર સામે કડક કાર્યવાહી કરીશું."
છેલ્લા 10 દિવસથી ચર્ચાનો વિષય બની છે એર ઈન્ડિયા
તાજેતરના સમયમાં, ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં મુસાફરો સાથે ગેરવર્તણૂકની ઘટનાઓની જાણ ન કરવા બદલ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે (DGCA) નિશાનો સાધ્યો છે. નિયમનકારે એરલાઇનને કારણ જણાવો નોટિસ પણ જારી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.