બિહારના મધેપુરામાં પુત્ર થશે એવું સપનું દેખાડીને મહિલાનો રેપ કરનાર રેપિસ્ટ બાબા એક સમયે ડાકુ હતો. આ વાત છે આલમનગર પોલીસ સ્ટેશનના ભાગીપુર ગામમાં રહેતા કૈલાસ પાસવાન ઉર્ફે 'ચિલ્હકા બાબા'ની. પહેલેથી જ આશિક મિજાજ ધરાવતા કૈલાસને પહેલવાનીનો પણ શોખ હતો. તેની પાસે એક ઘોડો પણ હતો, જેના પર તે શાનથી ફરતો હતો. 2-3 મહિના પહેલાં જ તેણે ઘોડો વેચી નાખ્યો હતો.
નિઃસંતાન દંપતીઓને સંતાન થશે એવી ખોટી વાત કરીને તેની પાસેથી સારીએવી રકમ પડાવી લેતો હતો અને પૂજાની આડમાં તે મહિલાઓને પોતાનો શિકાર પણ બનાવતો હતો. કૈલાસ પાસવાનનો ભાંડો ફુટ્યા બાદ ગામના લોકો પણ તેના વિશે ખૂલીને વાત કરવા લાગ્યા.
1990માં ધાડ પાડવાના કેસમાં પકડાયો હતો
જિલ્લાની એક પ્રાથમિક વિદ્યાલયના શિક્ષક અને આલમનગરના ભાગીપુરમાં રહેતા સ્વર્ગીય અતરૂપ પાસવાનના 6 પુત્રમાંથી સૌથી નાનો કૈલાસ પાસવાનની તંત્ર સાધનાના જોરે 'ચિલ્હકા બાબા' બનવાની વાત હવે સામે આવવા લાગી છે. ગામમાં જ અંબિકા પાસવાનના ઘરમાંથી વર્ષ 1988-89માં લૂંટ કરવાના આરોપમાં કૈલાસ પાંચ વર્ષથી વધુ સમય સુધી જેલની સજા કાપી ચૂક્યો છે.
ગ્રામવાસી જણાવે છે કે વર્ષ 1990ના સમયમાં કોઈના ઘરમાં ટીવી ન હતા. એ સમયે અંબિકા પાસવાનના પુત્રો પંજાબથી ટીવી લાવ્યા હતા, જેની ચર્ચા ઘણી હતી. લોકો ટીવી જોવા તેમના ઘરે જતા હતા, પરંતુ એક દિવસ તેમના ઘરેથી ટીવી સહિતની મોંઘી વસ્તુઓ ચોરાઈ ગઈ, જે કૈલાસ પાસવાને ચોરી હતી. આ કેસમાં તેને પાંચ વર્ષની સજા થઈ હતી.
પહેલવાની કરવાનો હતો શોખીન
શરીરથી મજબૂત કૈલાસ જ્યારે જવાન હતો ત્યારે પહેલવાની પણ કરતો હતો. એ સમયે તે મોંઘી નસલના સલ્હૈશા ઘોડા પર ચઢીને ફરતો રહેતો. ત્રણ માસ પહેલાં તેની પાસે ઘોડો હતો, જેને વેચી દીધો છે. જેલમાંથી છૂટ્યા બાદ તેને ડોકટરીના અભ્યાસની અંગ્રેજી પુસ્તકો ખરીદી અને નકલી ડોકટરનું કામ કરવા લાગ્યો. એક મહિલા સાથે અવૈધ સંબંધ રાખવાની પણ ચર્ચા ગ્રામવાસીઓ કરતા હતા.
નિઃસંતાનને તંત્રની મદદથી બાળક પેદા કરવાનો કરતો હતો દાવો
લોકોના જણાવ્યા મુજબ, આશિક મિજાજ હોવાને કારણે કૈલાસની નજર હંમેશાં મહિલાઓ પર જ રહેતી હતી. આ કારણે નિઃસંતાન મહિલાઓને પોતાના ઈલાજ અને તંત્રના માધ્યમથી બાળક પેદા કરાવવાનો દાવો કરવા લાગ્યો. આ વચ્ચે કથિત રીતે કેટલીક મહિલાઓને બાળક પણ થયા, પરંતુ શરૂઆતના દિવસોમાં તેનું આ કામ ગુપ્ત રીતે થતું હતું, પરંતુ ધીમે ધીમે જ્યારે તેનું નામ ચર્ચાવા લાગ્યું તો તેને પોતાના ઘરમાં પૂજા ઘર બનાવ્યું અને 'ચિલ્હકા' સ્થાનની સ્થાપના કરી.
ચિલ્હકાને મિથિલાંચલમાં બાળક કહેવાય છે. એ બાદ તેના ઘરમાં દૂર દૂરથી નિઃસંતાન દંપતીઓ આવવા લાગ્યાં, જેમાંથી અનેક મહિલાઓને બાળક પણ થયાં. મળતી માહિતી મુજબ, જે દંપતીઓની સારવાર અને તંત્ર સાધનાથી કથિત રીતે સંતાન થતા હતા, કૈલાસ તેમનો ફોટો સાચવી લેતો હતો. તે ફોટોની પાછળ દંપતીનું નામ, એડ્રેસ લખીને રાખતો હતો.
જ્યારે કોઈ નવું દંપતી તેની પાસે આવતું તો કૈલાસ તેમને તે ફોટો દેખાડીને છેતરતો હતો. ગુરુવારે જ્યારે પોલીસે તેના ઘરના પૂજા ઘરમાં તપાસ કરી તો ત્યાંથી અનેક દંપતીઓના ફોટા મળ્યા હતા.
બાળક ન થવાને કારણે કટિહારના દંપતીને પૈસા પરત કરવા પડ્યા હતા
લોકોનું કહેવું છે કે નિઃસંતાન દંપતી પાસેથી તેમની આર્થિક સ્થિતિ જોઈને પૈસા પડાવતો હતો. કોઈ પાસેથી 51 હજાર રૂપિયા પણ મળી જતા હતા. તેમાંથી કેટલાક રૂપિયા પહેલા અને કેટલીક બાદમાં લેતો હતો. આજુબાજુના લોકોનું માનીએ તો સંભવતઃ ડિસેમ્બરમાં કૈલાસના ઘરે વિવાદ પણ થયો હતો.
એ સમયે કટિહાર જિલ્લાનું એક દંપતી સતત આવ્યા બાદ પણ બાળક ન થતાં પોતાના રૂપિયા પરત માગ્યા હતા. હાલ તો પૂર્ણિયા જિલ્લાના રૂપૌલી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ કૈલાસ પાસવાન વિરૂદ્ધ દુષ્કર્મનો કેસ કર્યો છે, જે બાદથી તે ફરાર છે. જ્યારે પોલીસે મહિલાનાં કપડાં ફોરેન્સિક તપાસ માટે મોકલી દીધા છે, સાથે મહિલાને મેડિકલ તપાસ માટે મોકલી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.