તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Fear Of Korana In UP, Family Members Not Even Taking Bones From Cemetery, Locker Flowers In Many Places; Now Padit Himself Will Dissolve

મૃત્યુ પછી પણ મોક્ષની રાહ:UPમાં કોરાનાનો ખૌફ, સ્મશાનમાંથી અસ્થિઓ પણ નથી લઈ જઈ રહ્યાં પરિવારના સભ્યો, ઘણી જગ્યાએ લોકર ફુલ; હવે પડિત પોતે કરશે વિસર્જન

બરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલીગઢના એક સ્મશાનમાં છેલ્લા 1 મહિનાની અંદર 150થી વધુ લોકોના અંતિમસંસ્કાર થયા, તેમાંથી 40થી વધુ લોકોની અસ્થિઓ હાલ પણ સ્માશાનમાં જ છે

કોરોનાએ આપણને આપણા જ લોકોથી ઘણા દૂર કર્યા... એટલુ જ નહિ લોકો રાખ બની ગયેલા શરીરથી પણ ડરવા લાગ્યા છે. આ ડર એ રાખથી છે, જેણે થોડા સમય પહેલા સુધી આપણને આપણી પરંપરાઓ અને આસ્થાઓની સાથે જોડી રાખ્યા હતા. આ ડરે તેને પણ ખત્મ કરી દીધી છે. તેથી જ તો સ્મશાન પર હવે લોકો પોતાનાઓના અસ્થિઓ લેવા પણ આવતા નથી.

ઉત્તરપ્રદેશમાં આવા 3 હજારથી પણ વધુ મામલાઓ છે. કેટલીક અસ્થિઓ તો એવી પણ છે, જેને લેનારુ હવે કોઈ દુનિયામાં બચ્યું જ નથી. આ તસ્વીર અમે જે તમને બતાવી રહ્યાં છે, તે અંતિમ સત્ય છે. તેને અંતિમ કળશ કહેવા કે અસ્થિ કળશ...એ તમે નક્કી કરજો. જોકે એટલી વાત ચોક્કસ છે કે આ તસ્વીર ડરના કારણે ખત્મ થઈ રહેલી માનવતાનો ચિતાર આપી રહી છે. એ સત્યથી પણ અમે તમને રૂબરૂ કરાઈ રહ્યા છે, જેને સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે.

ફિરોજાબાદઃ 350થી વધુ અસ્થીઓને કોઈ લેવા પણ આવી રહ્યું નથી

ફોટો ફિરોજાબાદનો છે. અહીં સ્મશાનમાં 350થી વધુ કળશ છે.
ફોટો ફિરોજાબાદનો છે. અહીં સ્મશાનમાં 350થી વધુ કળશ છે.

ધાર્મિક માન્યતા છે કે પિતૃ પક્ષમાં તર્પણ, શ્રાદ્ધ અને અસ્થિ વિસર્જન કરવાથી પૂર્વજોને મોક્ષ મળે છે. જોકે ફિરોજાબાદની આ તસ્વીર જોયા પછી એ વાતનો ખ્યાલ આવે કે મહામારીમાં મૃત્યુ પામતા વ્યક્તિઓ માટે હવે મોક્ષ મળવો પણ એટલો સહેલો નથી. સ્વર્ગાશ્રમ વિકાસ સમિતિના સેક્રેટરી આંલિક અગ્રવાલ કહે છે કે સ્મશાન ઘાટમાં 350થી વધુ અસ્થિ કળશ રાખવામાં આવ્યા છે. જેને કોઈ લેવા આવી રહ્યું નથી.

સમિતિના કોષાધ્યક્ષ પ્રદીપ અગ્રવાલ કહે છે કે ઘણા લોકોનો કોનટેક્ટ કરીને અસ્થિ કળશ લઈ જવા કહેવામાં આવ્યું છે, જોકે કોઈ આવ્યું નથી. કમિટી હવે આ અસ્થિઓને વિધિ વિધાનની સાથે ગંગામાં પધરાવી રહી છે. સમિતિના અધ્યક્ષ રાકેશ ગોયલ જણાવે છે કે કેટલાક લોકોની અસ્થિઓ એટલા માટે કોઈ લેવા આવ્યું નથી કારણે ઘરમાં કોઈ બચ્યું જ નથી.

નોઈડાઃ સ્મશાનના તમામ લોકર ફુલ, હવે પંડિત કરશે વિસર્જન

નોઈડાના સ્મશાનમાં અસ્થિઓ રાખવા માટે 200 લોકર છે. આ તમામ ફુલ છે.
નોઈડાના સ્મશાનમાં અસ્થિઓ રાખવા માટે 200 લોકર છે. આ તમામ ફુલ છે.

ગૌતમબુદ્ધ નગર એટલે કે નોઈડામાં પણ અંતિમસંસ્કાર પછી લોકો અસ્થિઓ લેવા આવી રહ્યાં નથી. સ્મશાનમાં અસ્થિઓ રાખવા માટે બનાવવામાં આવેલા લોકર પણ ફુલ થઈ ગયા છે. બાકીના લોકોની અસ્થિઓને હવે જ્યાં જગ્યા મળે ત્યાં રાખવાની ફરજ પડી રહી છે.

સેક્ટર 94-Aમાં સ્થિત સ્મશાનનું સચાલન કરનાર NGOના અધિકારીઓએ જણાવ્યું કે અહીં અસ્થિઓ રાખવા માટેના 200 લોકર છે. જોકે હાલ બધા ભરેલા છે. ઘણા અસ્થિ કળશને બહાર રાખવામાં આવ્યા છે. બધાને ઓળખ નંબર આપીને અલગ-અલગ રૂમમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવ્યા છે. જો કોઈ નહિ આવે તો રિવાજ મુજબ તેનુ વિસર્જન કરવામાં આવશે.

અલગીગઢઃ 40 લોકોની અસ્થિઓ પોતાનાઓની રાહ જોઈ રહી છે

અલીગઢના સ્મશાનમાં રાખવામાં આવેલી અસ્થિઓ.
અલીગઢના સ્મશાનમાં રાખવામાં આવેલી અસ્થિઓ.

શહેરના નુમાઈશ મેદાનમાં બનેલા સ્મશાનમાં છેલ્લા 1 મહિનાની અંદર 150થી વધુ લોકોના અંતિમસંસ્કાર થયા. તેમાંથી 40થી વધુ લોકોની અસ્થિઓ હાલ પણ સ્માશાનમાં છે. તેને કોઈ લેવા આવ્યું નથી. સ્મશાનના કર્મચારીઓ રોજ લોકોને પુછે છે પરંતુ કઈ જવાબ મળતો નથી.

બરેલીઃ કોઈ ડરી રહ્યું છે તો કેટલાકના ત્યાં અસ્થિ લઈ જનાર પણ કોઈ બચ્યું નથી

ફોટો બરેલીના સ્મશાનનો છે. અહીં લગભગ 80 લોકોની અસ્થીઓ રાખવામાં આવી છે પરંતુ તેને કોઈ લેવા પણ આવતુ નથી.
ફોટો બરેલીના સ્મશાનનો છે. અહીં લગભગ 80 લોકોની અસ્થીઓ રાખવામાં આવી છે પરંતુ તેને કોઈ લેવા પણ આવતુ નથી.

શહેરના સૌથી મોટા સ્મશાનના કેર ટેકર પંડિત ત્રિલોકી નાથ જણાવે છે કે આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાથી જીવ ગુમાવનાર 225 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમાંથી 70થી 80 લોકોની અસ્થિઓને કળશમાં રાખવામાં આવી છે. ઘણા લોકો આ કળશ લઈ જતા ડરી રહ્યાં છે. બીજી તરફ કેટલાક પરિવારોમાં આ અસ્થિ લઈ જાય તેવું પણ કોઈ બચ્યું નથી. જો કોઈ અસ્થિઓના આ કળશ લેવા માટે આવશે નહિ તો તેને સમય મળતાની સાથે જ ગંગામાં પધરાવી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...