તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સરકાર અને ખેડૂત વચ્ચે પાંચમા તબક્કાની બેઠકનું પણ કોઈ પરિણામ આવ્યું નથી. દિલ્હીમાં શનિવારે યોજાયેલી બેઠકમાં ખેડૂતોએ 5 પ્રકારથી કડક વલણ દર્શાવ્યું. ક્યારેક તેઓ મો પર આંગળી રાખી મૌન ધારણ કરી બેસી ગયા તો ક્યારેક કડક શબ્દોમાં સરકારને અલ્ટીમેટમ આપ્યું. વાંચો, વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠકમાં ખેડૂતોએ કયા વલણ અપનાવ્યા હતા....
1. મૌન વ્રત
સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠકના ચાર કલાક પસાર થઈ ગયા હતા. કોઈ ઉકેલ દેખાતો ન હતો. ત્યારબાદ ખેડૂતોએ મૌન વ્રત અપનાવી લીધુ. સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, પીયૂષ ગોયલ અને સોમપ્રકાશ વાતચીત કરતા રહ્યા, પણ ખેડૂતો મો પર આંગળી રાખી બેસી ગયા. તેઓ સરકાર પાસે તેમની માંગણીઓને લઈ હા અથવા ના પૈકી એક જવાબ ઈચ્છતા હતા. શુ સરકાર કૃષિ કાયદાને ખતમ કરશે કે નહીં? કેટલાક ખેડૂતોએ મો પર આંગળી રાખી હા અથવા ના લખેલા પોસ્ટર પણ આગળ કર્યાં હતા.
2. ફરી વખત પોતાનુ ભોજન સાથે લાવ્યા
બેઠક દરમિયાન આશરે 4 વાગે લંચ બ્રેક પડ્યો હતો. ગુરુવારે યોજાયેલી બેઠકની માફક આ વખતે પણ ખેડૂતોએ સરકારી ભોજન લીધુ ન હતું. ખેડૂત નેતાઓ માટે કાર સેવા મારફતે ભોજન લાવવામાં આવ્યું, જે તેમણે જમીન પર બેસીને લીધુ. તેઓ પાણી અને ચા પણ સાથે જ લઈને આવ્યા હતા.
3. વોકઆઉટનું અલ્ટીમેટમ
બેઠક દરમિયાન એક સમયે સ્થિતિ એવી બની કે ખેડૂતોએ સરકારને કહી દીધુ કે તમે અમારી માંગ પર નિર્ણય કરો, અન્યથા અમે બેઠક છોડીને જઈ રહ્યા છીએ.
4. અમારી પાસે એક વર્ષ સુધી આંદોલન કરવાની વ્યવસ્થા
બેઠક દરમિયાન ખેડૂતોએ સરકારને એમ પણ કહ્યું કે અમે છેલ્લા કેટલાક દિવસોથી માર્ગો પર છીએ. અમારી પાસે એક વર્ષ સુધીની વ્યવસ્થા છે. જો સરકાર એવું ઈચ્છતી હોય તો અમને કોઈ જ મુશ્કેલી નથી. અમે હિંસાનો માર્ગ પણ નહીં અપનાવીએ. ઈન્ટેલિજન્સ બ્યૂરો તમને ધરણા સ્થળ અમે શું કરી છીએ તે અંગે માહિતી આપતુ રહેશે.
5. અમારે કોર્પોરેટ ફાર્મિંગ જોતુ નથી, કાયદો રદ્દ કરો
ખેડૂતોએ સરકારને કહ્યું છે કે અમારે કોર્પોરેટ ફાર્મિંગ જોતુ નથી. આ કાયદાથી સરકારને ફાયદો થશે, ખેડૂતોને નહીં. ખેડૂત નેતાઓએ કહ્યું કે કૃષિ કાયદો મંડી વ્યવસ્થા અને લઘુત્તમ ટેકના ભાવને ખતમ કરવા માટે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.