તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Family Said Not 30 Minutes, 2 Hours Off Oxygen Supply; Patients Breathed Their Last In Front Of Their Eyes

નાસિક ઓક્સિજન લીક:પરિવારે કહ્યું- 30 મિનિટ નહીં,2 કલાક બંધ રહ્યો ઓક્સિજન સપ્લાઈ; દર્દીઓએ આંખો સામે તડપી-તડપીને અંતિમ શ્વાસ લીધા

નાસિક2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં બુધવારે બપોરે ઓક્સિજન સપ્લાઈ અટકી પડવાથી 22 દર્દીના મોત નિપજ્યા હતા. અનેક લોકોની સ્થિતિ નાજુક છે. હોસ્પિટલ વહિવટીતંત્રનું કહેવું છે કે ઓક્સિજન ટેન્કરમાં લીકેજની સમસ્યાને ઉકેલવા માટે 30 મિનિટનો સમય લાગ્યો હતો. જોકે પરિવારોનું કહેવું છે કે સપ્લાઈ 30 મિનિટ નહીં 2 કલાક સુધી બંધ રહ્યો હતો. એક પરિવારે કહ્યું કે મારી વહુને અમારી આંખો સામે તડપી તડપીને મૃત્યુ પામતા જોઈ. પણ હોસ્પિટલ વાળાઓએ કંઈ જ ન કર્યું.હોસ્પિટલની બેદરકારીને લીધે કેવી સ્થિતિનું સર્જન થયું તે અંગે જાણો

બપોરે 12:30 વાગે ઓક્સિજન બંધ થઈ ગયો, ભાઈએ અંતિમ શ્વાસ લીધા
આ ઘટનામાં જીવ ગુમાવનાર એક વ્યક્તિએ કહ્યું કે અમે અમારા પરિવારના સભ્યને ગુમાવ્યો છે. આ માટે કોણ જવાબદાર છે? બપોરે 12:30 વાગે ઓચિંતા જ ઓક્સિજન આવવાનો બંધ થઈ ગયો અને મારો ભાઈ તડપી-તડપીને મરી ગયો. 10 દિવસ અગાઉ દાખલ કરવામાં આવ્યો હતો. 2 કલાક સુધી ઓક્સિજન બંધ રહ્યો હતો. ઓક્સિજન સિલેન્ડર ન હતું. જો સિલિન્ડર હોત તો મારા ભાઈનો જીવ બચાવી શકાયો હોત.

કેટલાક પરિવારોએ એવો પણ આરોપ લગાવ્યો કે હોસ્પિટલ પાસે ગઈકાલ રાતથી જ ઓક્સિજનની અછત હતી. જ્યારે આજે ઓક્સિજન સપ્લાઈ બંધ થયો ત્યારે અમને ડ્યુટી પર રહેલા મેડિકલ સ્ટાફે અમને જાણકારી આપી. તેમણે અમને નીચે તપાસ કરવા જવાનું કહ્યું. જ્યારે અમે નીચે આવ્યા ત્યારે અમને ફરી વખત ઉપર મોકલવામાં આવ્યા. અમે સમગ્ર હોસ્પિટલમાં સતત ભટકતા રહ્યા.

સ્થિતિ સુધરી રહી ન હતી, ઓક્સિજન બંધ થવાથી તેમનો જીવ ગયો હતો
આ ઘટનામાં એક મહિલાનું પણ મોત નિપજ્યું છે. તેના સસરાએ કહ્યું કે 4 દિવસ અગાઉ હોસ્પિટલ લઈને આવ્યા હતા. સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો હતો, પણ ઓક્સિજન સપ્લાઈ અટકતા જ તબીયત ખરાબ થવા લાગી અને તેમનું મોત થઈ ગયું. તેમણે કહ્યું કે મે તેમને મારી આંખો સામે તડપતા જોયા છે. અમે જ્યા-ત્યા ભાગતા રહ્યા, પણ કોઈની પાસેથી મદદ મળી શકી નહીં. હોસ્પિટલ પ્રશાસને પણ કોઈ જ જવાબ આપ્યો નહીં.

જીવ ગુમાવનાર તમામ કોરોના દર્દી, હવે તપાસ શરૂ
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે કહે છે કે 11 મહિલાઓ અને 11 પુરુષોએ આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે. તમામ કોરોના દર્દી હતા. આ ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે. આ માટે IAS અધિકારી, એન્જીનિયર, એક સિનિયર ડોક્ટરની ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. જે કંપની અહીં ઓક્સિજન ભરવાનું કામ કરે છે તે જાપાનની એક મલ્ટીનેશનલ કંપની છે અને અનેક વર્ષોથી ઓક્સિજન સપ્લાઈ કરતી હતી.