તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Family Received Protection And One Member Was Considered A Family Member For The Funeral After The Announcement Of A Government Job

શૌર્યચક્ર સન્માનિત એક્ટિવિસ્ટની હત્યાનો કેસ:પરીવારને સુરક્ષા મળતા અને એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત બાદ અંતિમ સંસ્કાર માટે પરીવારજનો માન્યા

તરનતારન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
તરનતારનના ભિખીવિંડમાં બલવિંદરસિંહના મૃતદેહ પાસે બેઠેલા લોકો નજરે પડે છે.
  • દેશનો પહેલો એવો પરીવાર, જેને રાષ્ટ્રપતિએ શોર્ય ચક્રથી સન્માનિત કર્યો હતો, શુક્રવાર સવારે 7 વાગ્યે ઘરમા ઘૂસીને બાઈક સવારે ગોળી મારી
  • મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરના આદેશ બાદ તપાસ માટે ફિરોઝપુરના ડીઆઈજીની આગેવાનીમાં SIT બનાવાઈ

પંજાબના તરનતારન જિલ્લાના ભિખીવિંડ ગામમાં શૌર્યચક્ર સન્માનિત એક્ટિવિસ્ટ બલવિંદરસિંહની હત્યાને લઈને શનિવારે પણ તણાવ રહ્યો હતો. બલવિંદરના પરીવારજનોએ અંતિમ સંસ્કારનો ઈનકાર કર્યો હતો. બાદમાં સરકારે પરીવારજનોને સુરક્ષા આપવાની અને ઘરની એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી, ત્યારે પરીવારજનો અંતિમ સંસ્કાર માટે માન્યા હતા.

બલવિંદરસિંહ શ્રદ્ધાંજલિ આપતા લોકો.
બલવિંદરસિંહ શ્રદ્ધાંજલિ આપતા લોકો.

બલવિંદરની પત્ની જગદીશ કૌરે ન્યાય માટે કોર્ટમાં જવાની વાત કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહના આદેશ પર SITએ તપાસ શરૂ કરી છે. આતંકવાદીઓ સામે લડનાર શૌર્યચક્ર વિજેતા કોમરેડ બલવિંદરસિંહ (60)ની શુક્રવાર સવારે 7 વાગ્યે કોઈએ ઘરમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરી હતી. CCTV ફુટેજ મુજબ બાઈક પર આવેલા બે બુકાનીધારી વ્યક્તિ બલવિંદરને ગોળી મારી હતી. ગોળીનો અવાજ સાંભળી પરીવારના સભ્યો આવે એટલી વારમાં હુમલાખોર ફરાર થઈ ગયા હતા.

બલવિંદરસિંહની ફાઈલ તસવીર.
બલવિંદરસિંહની ફાઈલ તસવીર.
ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.
ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે.

બલવિંદરના પરીવારનેન 3 ગનમેન મળ્યા
પંજાબ સરકારે અમુક મહિના પહેલા બલવિંદરની સુરક્ષા પરત લઈ લીધી હતી. પરીવારજનોએ ત્યારે નારાજગી વ્યક્ત કરી હતી. એસડીએમ રાજેશ શર્માના કહેવા મુજબ કોરોના મહામારી દરમિયાન પોલીસે તમામ ગનમેન પરત બોલાવી લીધા હતા. દુર્ભાગ્ય રીતે બલવિંદરની હત્યા થઈ ગઈ. હવે તેના પરીવારજનોને 3 ગનમેન અપાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો