તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Family Did Suicide In Son's Grief:On One Pyre Funeral Of Husband And Wife And Two Daughters On Second

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દીકરાના દુઃખમાં પરિવારે આપઘાત કર્યો હતો:એક ચિતા પર પતિ-પત્ની અને બીજી પર બન્ને દીકરીના અંતિમસંસ્કાર થયા, વૃદ્ધ માતા વહુનું નામ લઈને વારંવાર કહી રહી હતી- તારા, આ તે શું કરી નાખ્યું?

સીકર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાર લાશોના બે ચિતામાં અંતિમ સંસ્કાર કરાયા. જેમાં એકમાં પતિ-પત્ની અને બીજામાં બન્ને દીકરીઓના મૃતદેહ રખાયા. - Divya Bhaskar
ચાર લાશોના બે ચિતામાં અંતિમ સંસ્કાર કરાયા. જેમાં એકમાં પતિ-પત્ની અને બીજામાં બન્ને દીકરીઓના મૃતદેહ રખાયા.

સીકરમાં રવિવારે એક જ પરિવારના 4 સભ્યએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. સોમવારે બે ચિતા પર પરિવારના ચારેય સભ્યોના અંતિમસંસ્કાર કરી દેવાયા. એક ચિતા પર પતિ-પત્ની, જ્યારે બીજી એક પર બન્ને દીકરીના અંતિમસંસ્કાર કરાયા. મુખાગ્નિ વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ભીની આંખે બધા એ વાતને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે હનુમાન અને તેની પત્ની તારાએ આવું શા માટે કર્યું? શું દીકરાનું દુઃખ આટલી હદે હતું કે બે યુવાન દીકરીની પણ ચિંતા ન કરી.

રવિવારે પુરોહિત જી ઢાણી વિસ્તારમાં રહેતા 48 વર્ષના હનુમાન પ્રસાદ સૈની તેમની પત્ની 45 વર્ષની તારા, 2 દીકરી પૂજા અને અન્નુ સાથે ઘરમાં ફંદા પર લટકેલા મળ્યા. હનુમાન ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મદનલાલ સૈનીના ભત્રીજા હતા. તે સરકારી શાળામાં ચોથા વર્ગના કર્મચારી હતા. પત્ની હાઉસવાઈફ હતી. 24 વર્ષની પૂજા MSc ફર્સ્ટ યરમાં અને 22 વર્ષની ચીકુ BSc સેકન્ડ યરમાં હતી.

રડી રડીને બેહાલ વૃદ્ધ માતા
તો આ તરફ હનુમાનની 70 વર્ષની વૃદ્દ માતા છે. મહિલાઓ તેમને ઘેરીને બેસી છે. આખી રાત રડી રડીને તેમની આંખો સૂઝી ગઈ છે. તેઓ રડે છે, પાછા બેભાન થઈ જાય છે. તેઓ વારંવાર હનુમાનની પત્ની તારાનું નામ લઈને એક જ વાત કહી રહી છે. તારા, આ તે શું કરી નાખ્યું? સાથે જ હનુમાનના વૃદ્ધ પિતા આખી રાત રડી રડીને તૂટી ગયા છે. સ્મશાન સ્થળ પર શાંત ઊભા રહ્યા. લોકો તેમને આશ્વાસન આપી રહ્યા છે, પણ જવાન દીકરા-વહુ અને પૌત્રીઓનાં આ રીતે મોત તેમના દુઃખ પર ભારે પડી રહ્યું છે. આ ઘટના પછી આખા મહોલ્લામાં લોકો આઘાતમાં છે. તેમને સમજાતું નથી કે પરિવારે આવું કર્યું કેમ? પાસે રહેતા સગાંવહાલાં અને ભાઈઓ પાસે પણ આ વાતનો કોઈ જવાબ નથી.

પોસ્ટમાર્ટમ હાઉસ બહાર ચારેયની અર્થીઓ તૈયાર કરવામાં આવી.
પોસ્ટમાર્ટમ હાઉસ બહાર ચારેયની અર્થીઓ તૈયાર કરવામાં આવી.

4 મહિના પહેલાં એકમાત્ર દીકરાનું મોત થયું હતું
મૃતક હનુમાનના 18 વર્ષના દીકરાનું 27 સપ્ટેમ્બર 2020ના રોજ હાર્ટ-અટેકથી મોત થયું હતું. આ દુઃખમાં આખો પરિવાર ડિપ્રેશનમાં હતો. શનિવારે ઘરમાં એક સુસાઈડ નોટ પણ મળી હતી, જેમાં લખ્યું હતું કે અમે દીકરા અમર વગર નથી જીવી શકતા. અમે પણ દુનિયા છોડીને જઈ રહ્યા છીએ. દીકરા વિના દુનિયા બેકાર છે. પોલીસ કોઈને હેરાન ન કરે. પાડોશીઓએ જણાવ્યું હતું કે દીકરાના મોત પછી પરિવાર તણાવમાં હતો. માત્ર હનુમાન ડ્યૂટી પર જવા માટે ઘરેથી બહાર નીકળતા હતા. તેમના પત્ની અને બન્ને દીકરીઓ ઘરની અંદર જ રહેતી હતી. મહિનાથી તે આસપાસના લોકોને જોવા નહોતી મળી.

મોર્ચરી બહાર સગાંવહાલાંની ભીડ.
મોર્ચરી બહાર સગાંવહાલાંની ભીડ.

દૂધવાળા ભાઈના આવવાથી આપઘાતની ખબર પડી
હનુમાનના ઘરે રવિવારે સાંજે દૂધવાળો દૂધ આપવા માટે ગયો હતો. તેણે ખાસ્સીવાર સુધી દરવાજો ખખડાવ્યો પણ ગેટ ન ખૂલ્યો. ત્યાર પછી તેણે મોબાઈલ પર ફોન કર્યો, કોઈએ ફોન ન ઉપાડ્યો. દૂધવાળાએ હનુમાનના નાના ભાઈ ઘનશ્યામના દીકરા યુવરાજને ફોન કર્યો, જે અમરના મોત પછી હનુમાન પાસે જ રહેતો હતો. યુવરાજે તેના પિતા અને કાકાને ફોન કર્યો. ઘટનાસ્થળે હનુમાનના કાકાનો દીકરો કપિલ સૈની પહોંચ્યો. મેઈન ગેટ ખોલીને તે અંદર ગયો તો જોયું કે ચારેય ફંદા પર લટક્યા હતા.

2 પેજનો આપઘાત પત્ર લખ્યો
હું હનુમાન પ્રસાદ સૈની, મારી પત્ની તારા દેવી, 2 દીકરી પૂજા અને અન્નુ અમારા પૂરેપૂરા ભાનમાં લખી રહ્યા છીએ. અમારા દીકરા અમરનો સ્વર્ગવાસ 27 સપ્ટેમ્બર 2020ના રોજ થયો હતો. અમે તેના વગર જીવવાનો પ્રયાસ કર્યો, પણ તેના વગર નથી જીવી શકાતું. એટલા માટે અમે ચારેયે જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો છે. અમર જ અમારું જીવન હતો. તે નથી તો અમે શું કરીશું. ઘરમાં કોઈ વાતની કમી નથી. જમીન છે, ઘર છે, દુકાન છે, નોકરી છે. બસ, એક દીકરાની કમી છે. તેના વગર બધું બેકાર છે. અમારી પર કોઈનું દેવું બાકી નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો