• Gujarati News
  • National
  • The Family Alleges The Two Were Businessmen Shot Dead By Security Forces; The IG Said Both Were Helping The Terrorists

શ્રીનગર એન્કાઉન્ટરમાં 4નાં મોત:બંને બિઝનેસમેન હોવાનું જણાવી પરિવારે કર્યો આક્ષેપ- સિક્યોરિટી ફોર્સે ગોળી મારી; IGએ કહ્યું- બંને આતંકીઓને મદદ કરતા હતા

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

શ્રીનગરના હૈદરપોરામાં સોમવારે થયેલી અથડામણમાં બે આતંકી સહિત બે સ્થાનિક વેપારીઓના મોત નિપજ્યા છે. પોલીસનો દાવો છે કે બંને વેપારી આતંકીઓના મદદગાર હતા. ઓપરેશનમાં માર્યા ગયેલા ડૉ. મુદસિર ગુલ અને અલ્તાફ ભટની ત્યાંના એક કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાનો હતી. ડેન્ટલ સર્જન મુદસિર ગુલ આ કોમ્પ્લેક્સમાં કોમ્પ્યુટર સેન્ટર ચલાવતો હતો. તો અલ્તાફ આ કોમર્શિયલ કોમ્પ્લેક્સનો માલિક હતો અને ત્યાં હાર્ડવેર અને સિમેન્ટની દુકાન પણ ચલાવતો હતો.

IGPનો દાવો- આતંકીઓનો મદદગાર હતો ડૉ. મુદસિર

કાશ્મીરના IGP વિજય કુમારે આ ઘટનાને લઈને મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેઓએ જણાવ્યું કે માર્યા ગયેલા બે આતંકીઓમાંથી એક પાકિસ્તાનનો નાગરિક હૈદર છે. બીજો બનિહાલનો રહેવાસી આમિર તેનો સ્થાનિક સહયોગી હતો. ત્રીજો શખ્સ અલ્તાફ અહમદ ભટ સિમેન્ટનો વેપારી હતો. જ્યારે ચોથો શખ્સ ડૉ. મુદસિર ગુલ ઓવર ગ્રાઉન્ડ વર્કર એટલે કે આતંકીઓનો મદદગાર હતો જેને તેઓને રહેવા માટે જગ્યા આપી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 2 પિસ્તોલ, 6 મોબાઈલ ફોન અને 6 કોમ્પ્યુટર રિકવર કર્યા છે.

પરિવારનો આરોપ- સિક્યોરિટી ફોર્સે સામાન્ય લોકોને માર્યા​​​​​​​

મીડિયા સાથે વાતચીત કરતી અલ્તાફ અહમદની દીકરી
મીડિયા સાથે વાતચીત કરતી અલ્તાફ અહમદની દીકરી

અલ્તાફ અહમદ ભટ અને ડૉ. મુદસિર ગુલના પરિવારનો આરોપ છે કે બંનેને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. ભાસ્કર ડોટ કોમ પાસે પરિવારનો વીડિયો છે જેમાં એવો દાવો કરાયો છે કે સિક્યોરિટી ફોર્સે સામાન્ય લોકોને ઠાર કર્યા છે. ઘટનાસ્થળે કોઈ આતંકી ન હતો, ત્યાં કોઈ ગન શોટ્સ પણ નથી થયા.

સિક્યોરિટી ફોર્સ તરફથી ફાયરિંગ થયું. સુરક્ષાદળોએ મારા પપ્પાને 2 વખત ઘટનાસ્થળવાળી ઈમારતના ઉપલા માળે મોકલ્યા. ત્રીજી વખત પણ તેઓને ત્યાં મોકલવામાં આવ્યા અને પોલીસે તેમને ગોળી મારી દીધી. ડૉ. મુદસિર ગુલ મારા પપ્પાની મોતના સાક્ષી હતા તેથી તેઓને પણ પોલીસે ઠાર કર્યા. મારા સંબંધીઓ આ વાતના સાક્ષી છે. ત્યાં માત્ર એક ખાસ ધર્મના લોકોને મારવામાં આવે છે.

IGPએ કહ્યું- આતંકીઓ માટે કોલ સેન્ટર ચલાવતા હતા ડૉ. મુદસિર
તો IGP વિજય કુમારે જણાવ્યું કે બંને ક્રોસ ફાયરિંગમાં ઠાર થયા છે. જો કે પોલીસનું એવું પણ કહેવું છે કે ડૉ. મુદસિર ગુલ આતંકીઓ માટે કોલ સેન્ટર ચલાવતા હતા. આ કોલ સેન્ટરનો ઉપયોગ આતંકી પ્રવૃતિઓને ઓપરેટ કરવા માટે થતો હતો. કુમારે જણાવ્યું કે અમે શબને દફનાવવા માટે મુદસિર અને અલ્તાફના પરિવારનો સંપર્ક કર્યો હતો, કેમકે અમે કાયદા વ્યવસ્થાને કારણે શબ પરિવારને ન સોંપી શકીએ. અમે શબને હંદવાડા લઈ ગયા જ્યાં તેમને દફન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...