તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Families Of The Missing Said: "There Is No Hope Of Their Being Alive Now. If The Body Is Found, We Can Bury It."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડથી ગ્રાઉન્ડ રિપોર્ટ:ગુમ થયેલા લોકોનાં પરિવારજનોએ કહ્યું- હવે તેમના જીવતા હોવાની આશા રહી નથી; બસ, મૃતદેહ મળી જાય તો અમે એના અંતિમસંસ્કાર કરી શકીએ

રેણી ગામ17 દિવસ પહેલાલેખક: રાહુલ કોટિયાલ
  • કૉપી લિંક

સચિન ચૌધરી સતત આઠ કલાક સુધી ભાઈને શોધતા રહ્યા. તેઓ ક્યારેક પોલીસ અધિકારીઓ પાસે મદદ માગતા રહ્યા, તો ક્યારેક એ કંપનીના લોકોને શોધવાના પ્રયાસ કરી રહ્યા, જેમાં કામ કરવા માટે તેમનો ભાઈ ઉત્તરાખંડના રેણી ગામે આવ્યો હતો. ત્યાં તમામ સ્થાનિક લોકોને પોતાના ભાઇનો ફોટો બતાવી-બતાવીને તેના વિશે પૂછતા રહ્યા, પરંતુ આ તમામ પ્રયાસો બાદ પણ પોતાના ભાઈ વિશે કોઈ જાણકારી મળી શકી નહીં.

સચિનનો ભાઈ વિકી ચૌધરી હરિદ્વારમાં નેશનલ ઇલેક્ટ્રિકલ્સ નામની એક કંપનીમાં નોકરી કરતો હતો. ત્રણ દિવસ પહેલાં જ તેની કંપનીએ બે લોકો સાથે તેને ઉત્તરાખંડના રેણી ગામમાં આવેલા ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં મેઇન્ટેનન્સ કાર્ય માટે મોકલવામાં આવ્યો હતો. રવિવારે સવારે જ્યારે રેણીમાં ઋષિગંગા તબાહી લઈને આવી એ સમયે આ બધા લોકો ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. ત્યાર બાદ તેમાંથી કોઈની પણ માહિતી મળી નથી.

ટનલની અંદર ભારે કાટમાળ જમા થયેલો છે. એને દૂર કરવા માટે 200થી વધુ જવાનો તહેનાત કરાયા છે.
ટનલની અંદર ભારે કાટમાળ જમા થયેલો છે. એને દૂર કરવા માટે 200થી વધુ જવાનો તહેનાત કરાયા છે.

સચિન કહે છે, "પોલીસ કોઈ માહિતી આપતી નથી. કંપનીવાળા પણ ગુમ થયેલા લોકોની કોઈ યાદી આપતા નથી, જેમાં હું મારા ભાઈનું નામ શોધી શકું. લોકો કહે છે કે અહીં નીચે એ કંપની હતી, જ્યાં મારો ભાઈ કામ કરવા માટે આવ્યો હતો, પરંતુ અહીં ફક્ત કાટમાળનો ઢગલો છે. કંપનીનું તો નામનિશાન પણ બચ્યું નથી. 'ભાઇની ઉંમર કેટલી છે? આ પૂછતાં સચિન ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો છે અને કહે છે, 'તે ફક્ત 25 વર્ષનો હતો. હજી તો તેના લગ્ન પણ થયા ન હતા.'

સચિન એવી એકલી વ્યક્તિ નથી, જે પોતાના પરિવારને શોધતાં રેણી ગામની આસપાસ આમતેમ ભટકી રહ્યા છે. અહીં દેશની અલગ-અલગ જગ્યાએથી આવેલા એવા અનેક લોકો હાજર છે, જેમાંથી કોઈ પોતાના દીકરાને શોધી રહ્યું છે, તો કોઈ પોતાના પિતાને. હિમાચલના શિમલા જિલ્લાથી આવેલા વિકાસ પોતાનાં પરિવારજનોને શોધમાં અહીં પહોંચ્યા છે.

તેઓ કહે છે, "સરકાર દ્વારા હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા હતા, પહેલા અમે એના પર ફોન કર્યો. એ કાં તો વ્યસ્ત આવતા રહ્યા અથવા કોઈ બીજો જ જવાબ મળી રહ્યો હતો. પછી કોઈ રીતે SDRFનો નંબર લાગ્યો, પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે અમે બચાવકાર્યમાં રોકાયેલા છીએ અને કોઈ નક્કર માહિતી આપવી હજી શક્ય નથી. જ્યારે અમને કોઈ માહિતી મળતી ન હતી ત્યારે અમે બધા તેમને શોધવા અહીં આવી ગયા છે.'

હજી સુધી સ્થાનિક પોલીસે 26 મૃતદેહો અને 5 માનવઅંગોની પ્રાપ્તિ વિશે માહિતી જાહેર કરી છે. આગળ આ આંકડો વધુ વધી શકે છે.
હજી સુધી સ્થાનિક પોલીસે 26 મૃતદેહો અને 5 માનવઅંગોની પ્રાપ્તિ વિશે માહિતી જાહેર કરી છે. આગળ આ આંકડો વધુ વધી શકે છે.

ઋષિગંગા પાવર પ્રોજેક્ટ આ દિવસોમાં કુંદન ગ્રુપ નામની કંપની ચલાવી રહી હતી. આ જ કંપનીનો હિમાચલમાં પણ એક પ્રોજેક્ટ છે. થોડા દિવસો પહેલાં કંપનીને ઋષિગંગા પ્રોજેક્ટના ગેટ પરથી પાણી લીકેજ થવાની ફરિયાદો મળી હતી. એને રિપેર કરવા માટે કંપનીએ એના હિમાચલ યુનિટના ઘણા કર્મચારીઓને રેણી બોલાવ્યા હતા. આ તમામ રવિવારે આવેલી દુર્ઘટના દરમિયાન પ્રોજેક્ટ સાઇટ પર હાજર હતા. માત્ર ચાર-પાંચ દિવસ માટે રેણી આવેલા આ લોકોએ ક્યારેય પણ એવું વિચાર્યું ન હતું કે તેઓ પાછા ફરી શકશે નહીં.

વિકાસ કહે છે, 'અમારા લોકો હિમાચલથી ખૂબ જ શોર્ટ નોટિસ પર અહીં આવ્યા હતા, કારણ કે કંપનીને નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ હવે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ તો કંપની તરફથી એ પણ જણાવવામાં આવતું નથી કે કેટલા લોકો ગુમ થયા છે અને તેમનાં નામ શું છે.' પોતાના લોકોની શોધમાં તમામ બીજા પરિવાર પણ આ જ કંપની પર આરોપ લગાવી રહ્યા છે.

આઇટીબીપીના જવાન રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે. તેઓ કાટમાળ દૂર કરીને ફસાયેલા લોકોને નીકાળવાનું કામ કરી રહ્યા છે.
આઇટીબીપીના જવાન રાહત અને બચાવ કામગીરીમાં જોડાયા છે. તેઓ કાટમાળ દૂર કરીને ફસાયેલા લોકોને નીકાળવાનું કામ કરી રહ્યા છે.

સત્તાવાર નિવેદનો અનુસાર, રેણી ગામ આસપાસથી આશરે 40 લોકો ગુમ થયાના અહેવાલ છે. સ્થાનિક સામાજિક કાર્યકર અતુલ સતી કહે છે, 'ગુમ થયેલા અથવા માર્યા ગયેલા લોકોની વાસ્તવિક સંખ્યા જાણવી એ ખૂબ જ મુશ્કેલ છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે અહીંથી લગભગ ત્રીસ લોકો ગુમ થયા છે. હવે આ આંકડો વધીને 40 થયો છે. વાસ્તવિક આંકડો આના કરતાં વધુ હોઈ શકે છે. સ્થાનિક લોકોની તો યાદી પણ તૈયાર કરવામાં આવી રહી છે, કારણ કે તેઓ અહીંના જ હતા અને પ્રોજેક્ટમાં કામ કરતા હતા, જેથી તેમના ગુમ થવાની ખબર સૌને છે, પરંતુ બહારથી કામ કરવા માટે આવેલા લોકોની કોઈ યોગ્ય યાદી બની શકશે કેમ એ ખૂબ મુશ્કેલ લાગે છે.'

રેણી ખાતે આવેલા ઋષિગંગા પ્રોજેક્ટમાંથી ગુમ થયેલા લોકોની સંખ્યાની પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ તપોવનમાં આવેલા પ્રોજેક્ટમાંથી 123 લોકો ગમ થયાના આંકડા તંત્રએ જાહેર કર્યા છે. આ સાથે 26 મૃતદેહો અને 5 માનવઅંગોની પ્રાપ્તિ વિશે સ્થાનિક પોલીસે માહિતી પણ જાહેર કરી છે. આ મૃતદેહોમાં જ હવે પોતાના ગમ થયેલાં પરિવારજનોને શોધવાની ખૂબ જ ક્રૂર પ્રક્રિયામાંથી પસાર થવું પડી રહ્યું છે, જે લોકો તેમના બચવાની આશા સાથે પહોંચ્યા છે.

હિમાચલથી આવેલા વિકાસ કહે છે, "આજે આખો દિવસ એકપણ વ્યક્તિને જીવિત બચાવી શકાઈ નથી, ફક્ત મૃતદેહો જ કાઢવામાં આવ્યા છે. હવે છેલ્લો વિકલ્પ એકમાત્ર મૃતદેહોની ઓળખ કરવાનું બાકી છે. અહીંની ભયંકર પરિસ્થિતિ જોયા પછી એવું લાગે છે કે આ પ્રોજેક્ટમાં સામેલ લોકોની જીવંત રહેવાની કોઈ આશા નથી. ”દબાતા અવાજમાં તેઓ કહે છે, 'હવે તો મૃતદેહ મળી જાય તો અમે લોકો એના યોગ્ય અંતિમસંસ્કાર કરી શકીએ.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો