તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Expert Panel Said That In The Second Wave Of Corona, 'Delta Variant' Caused Orgy; Know How Dangerous It Is?

બીજી લહેર માટે જવાબદાર 'ડેલ્ટા વેરિયન્ટ':એક્સપર્ટ પેનલે કહ્યું, કોરોનાની બીજી લહેરમાં 'ડેલ્ટા વેરિયન્ટે' મચાવ્યું તાંડવ; જાણો કેટલો જોખમી છે?

15 દિવસ પહેલા
  • WHOએ કહ્યું કે ભારતમાં મળી આવેલો ડેલ્ટા વેરિયન્ટ જ હવે ચિંતાનું કારણ છે
  • દેશમાં ડેલ્ટા વેરિયન્ટના 12,000થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે

દેશ હાલમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર સામે યુદ્ધ લડી રહ્યો છે. જો કે, હવે નવા કેસોની સંખ્યા ઘટી રહી છે. પરંતુ મૃત્યુ હજુ પણ મોટી સંખ્યામાં થઈ રહ્યા છે. એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર છે. આ માહિતી INSACOG અને NCDCના અભ્યાસમાં સામે આવી છે. શું છે ડેલ્ટા વેરિયન્ટ જાણો...

શું છે ડેલ્ટા, કોને આપ્યું નામ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ સૌથી પહેલા ભારતમાં મળી આવેલા કોરોના વાયરસનો સ્ટ્રેન B.1.617.1 અને B.1.617.2 ને ક્રમશ: 'કપ્પા; અને 'ડેલ્ટા' નામ આપ્યું છે. ડેલ્ટા વેરિયન્ટ 'અલ્ફા' વેરિયન્ટથી પણ વધુ જોખમી છે. ડેલ્ટા B.1.617.2 અલ્ફા (B.1.1.7)વેરિયન્ટની સરખામણીએ 50 ટકા વધુ સંક્રમણ ફેલાવે છે. ભારતમાં કોરોનાનો ડેલ્ટા સૌથી મુખ્ય વેરિયન્ટ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતમાં મળી આવેલ સ્ટ્રેન (B.1.617.1)ને 'કપ્પા' નામ આપવામાં આવ્યું હતું.

ભારતમાં મળી આવેલો કોરોનાનો ડેલ્ટા સૌથી મુખ્ય વેરિયન્ટ છે.
ભારતમાં મળી આવેલો કોરોનાનો ડેલ્ટા સૌથી મુખ્ય વેરિયન્ટ છે.

જ્યારે કોરોનાના અલ્ફા વેરિયન્ટની વાત કરીએ તો અત્યાર સુધીના અભ્યાસમાં વેક્સિન લીધા બાદ આ વેરિયન્ટથી એક પણ વ્યક્તિને સંક્રમણ લાગ્યું નથી. બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટએ બાકીના તમામ વેરિયન્ટને પાછળ ધકેલી દીધા છે. ભારતમાં મળી આવેલા ડેલ્ટા વેરિયન્ટ સૌથી મુખ્ય વેરિયન્ટ છે.

નામ રાખવા પાછળનું શું છે કારણ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાયરસના સ્ટ્રેનની સરળતાથી ઓળખવા માટે તેનું નામ આપવામા આવ્યું. તેના વૈજ્ઞાનિક નામો પર કોઈ બદલાવ નહીં થાય. WHOએ વેરિયન્ટને સામાન્ય વાતચીત દરમિયાન સરળતાથી સમજાવા માટે અલ્ફા, ગામાં, બીટા ગામા જેવા યૂનાની શબ્દોનો ઉપયોગ કરવા માટે ભલામણ કરી છે, જેથી સામાન્ય લોકોને પણ તે બાબતે થનારી વાતચીતને સમજવામાં મુશ્કેલીઓ ન પડે.

ડેલ્ટા વેરિયન્ટ ચિંતાનું કારણ: WHO
WHOએ કહ્યું હતું કે ભારતમાં મળી આવેલો ડેલ્ટા વેરિયન્ટ જ હવે ચિંતાનું કારણ છે. અને બાકીના બે સ્ટ્રેનનો સંક્રમણ ફેલાવવાનો દર ખૂબ જ ઓછો છે. WHOએ કહ્યું , 'તે સાબિત થઈ ગયું છે કે લોકોના જીવને સૌથી વધુ જોખમ B.1.617.2 વેરિયન્ટથી છે. જ્યારે બાકીના બે વેરિયન્ટ દ્વારા સંક્રમણ ફેલાવાનો દર બહુ ઓછો છે.

દેશમાં ડેલ્ટા વેરિયન્ટના 12,200થી વધુ કેસ
રિપોર્ટ મુજબ, દેશમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના 12,200થી વધુ કેસ કેસ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા છે. દેશના લગભગ તમામ રાજ્યોમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. ખાર રીતે આ વેરિયન્ટની સૌથી વધુ અસર દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા અને તેલંગાણામાં જોવા મળી છે.

ડેલ્ટા વેરિયન્ટે બાકીના તમામ વેરિયન્ટને પછાડી દીધા
કોરોના વેક્સિનેશન બાદ પણ ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમણ લાગવાનુ જોખમ યથાવત છે. જ્યારે અલ્ફા વેરિયન્ટથી કોરોના વાયરસનું સંક્રમણ લાગવાનુ જોખમ નહીવતની બરાબર છે, કારણે કે આ પ્રકારનો કેસ હજી સુધી સામે આવ્યો નથી. મહામારીની બીજી લહેરથી તે વાત સ્પષ્ટ છે કે ડેલ્ટા વેરિયન્ટે બાકીના તમામ વેરિયન્ટને પછાડી દીધા છે. કુલ 29 હજાર જિનોમ સિક્વન્સીંગમાં, ડેલ્ટા વેરિયન્ટના 1000થી વધુ કેસ સામે આવ્યા હતા.

સંક્રમણ દર સતત 11માં દિવસે 10 ટકાની નીચે
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 1 લાખ 32 હજાર 364 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ દરમિયાન 2713 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 16 લાખ 35 હજાર 993 થઈ ગઈ છે. જ્યારે સંક્રમણ દર 7 ટકાથી નીચે 6.37 ટકા પર પહોંચ્યો છે. આ સતત 11મો દિવસ છે જ્યારે દેશમાં સંક્રમણ દર 10 ટકાની નીચે નોંધાયો છે.