જમ્મુ-કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના સોનમર્ગ ક્ષેત્રમાં બાલટાલ, જોજિલાની પાસે ગુરૂવારે સવારે ભયાનક રીતે હિમસ્ખલન થયું. જેમાં કોઈ જાનહાની નથી થઈ. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તરાખંડ અને જમ્મૂ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. ત્યારે આ હિમસ્ખલનના દૃશ્યો ખૂબ ચોંકાવનારા છે. પહાડો પરથી બરફનું તોફાન એવી રીતે આવ્યું કે આસપાસના મેદાનમાં ગાઢ ધુમ્મસ અને બરફની ચાદર છવાઈ ગઈ. ખરાબ વાતાવરણના શ્રીનગર લેહનો હાઈવે પણ બંધ રહી શકે છે. ત્યારે આ બરફના તોફાને કેવી તબાહી સર્જી અને પર્યટકો કેવા ચોંકી ઉઠ્યા એ જોવા ઉપરના ફોટા પર ક્લિક કરો અને વીડિયો જુઓ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.