• Gujarati News
  • National
  • The Enraged Bull Charged Across The Road, Hitting The Rickshaw And Flipping It Into The Air.

જંગલી આખલાની તાકાત જુઓ, VIDEO:ગુસ્સે ભરાયેલો આખલાએ રોડની વચોવચ દોટ મૂકી, રિક્ષાને ટક્કર મારી હવામાં ઉલાળી દીધી

14 દિવસ પહેલા

આ ચોંકાવનારી ઘટના કેરળના પથાનમથિટ્ટા જિલ્લાની હોવાનું મનાઈ રહ્યુ છે. રાત્રિના સમયે પ્લાપલ્લી નજીક સબરીમાલા માર્ગ ઉપર કેટલાક વાહનો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક એક જંગલી આખલો રોડની વચોવચ દોડીને આવે છે અને રિક્ષાને ટક્કર મારી દે છે. આખલાની ટક્કરથી રિક્ષા આગળથી ઉંચી થઈ હવામાં ફંગોળાઈ જાય છે. ત્યાર બાદ આખલો જંગલી અંદર ભાગી જાય છે. હાલ આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયો જોઈને લોકો આખલાની સરખામણી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દર્શાવેલ નંદી સાથે કરી રહ્યા છે.