તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The Effect Of 'Bangla Nijer Mayeke Chai', BJP's 'Ashol Parivartan', Which Seems Weak In Trinamool's Stronghold

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી:તૃણમૂલના ગઢમાં જ નબળો જણાતો ‘બંગલા નિજેર મયેકે છૈ’, ભાજપના ‘આશોલ પરિવર્તન’ની અસર દેખાઈ

હુગલી14 દિવસ પહેલાલેખક: અક્ષય વાજપેયી
  • કૉપી લિંક
સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી - Divya Bhaskar
સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • હુગલીઃ 6 એપ્રિલે જ્યાં મતદાન છે તે 8 બેઠકનો રિપોર્ટ

‘બંગલા નિજેર મયેકે છૈ’ એટલે કે ‘બંગાળને તેની દીકરી જ જોઇએ’નો નારો ટીએમસીના ગઢ રહેલા હુગલીમાં જ ફિક્કો પડતો દેખાઇ રહ્યો છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં સુધી હુગલી ટીએમસીનો ગઢ હતો પણ લોકસભાની ચૂંટણીમાં ભાજપે તે ગઢ ભેદીને હુગલી લોકસભા બેઠક જીતી લીધી. 6 એપ્રિલે ત્રીજા તબક્કામાં હુગલી-આરામબાગની 8 બેઠક- જંગીપાડા, હરિપાલ, ધનિયાખાલી, તારકેશ્વર, પુરસુરા, આરામબાગ, ગોઘાટ અને ખાનાકુલમાં મતદાન થવાનું છે.

આ બેઠકો પર ભાજપના ‘આશોલ પરિવર્તન’ની સારી એવી અસર દેખાઇ રહી છે, કેમ કે ધ્રુવીકરણ ગામડાં સુધી પહોંચી ગયું છે. હુગલીના વરિષ્ઠ પત્રકાર દીપ્તિમાન મુખરજીના જણાવ્યાનુસાર હરિપાલ, આરામબાગ, તારકેશ્વર અને ગોઘાટ બેઠકો પર ભાજપની જીત નક્કી જણાય છે. બાકીની 4 બેઠક પણ તે જીતી શકે છે, કેમ કે ક્યાંક ટીએમસીના સ્થાનિક સંગઠનમાં આંતરકલહ છે તો ક્યાંક આખું સંગઠન જ ભાજપમાં જોડાઇ ગયું છે. 2019 સુધી ભાજપનું આ જિલ્લાઓમાં કોઇ મજબૂત સંગઠન નહોતું પણ તે પછી ટીએમસી અને ડાબેરી પક્ષોના દિગ્ગજ નેતાઓ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા અને જોતજોતાંમાં પક્ષ પાયાના સ્તરે મજબૂત થઇ ગયો.

મુસ્લિમો વધુ છે ત્યાં પણ ભાજપ મજબૂત
જે બેઠકો પર મુસ્લિમ વસતી વધુ છે ત્યાં પણ ભાજપ મજબૂત સ્થિતિમાં જણાય છે. મુસ્લિમ મતો ટીએમસી અને સંયુક્ત મોરચા વચ્ચે વહેંચાતા દેખાય છે. ભાજપ હિન્દુઓને સુરક્ષિત અને મજબૂત કરવાનો નારો આપી રહ્યો છે. જંગીપાડા બેઠક પર ભાજપ, ટીએમસી અને સંયુક્ત મોરચા વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. આ મુસ્લિમ બહુલ વિસ્તાર છે પરંતુ ભાજપ અહીં પણ ફાઇટ આપી રહ્યો છે.

તારકેશ્વર: મોટાભાગનાં ડાબેરી નેતાઓ ભાજપમાં જોડાતાં પક્ષ મજબૂત થયો :
તારકેશ્વરમાં ભાજપે રાજ્યસભાના પૂર્વ સાંસદ, પદ્મભૂષણ સ્વપન દાસગુપ્તાને ઉમેદવાર બનાવ્યા છે. તારકેશ્વર એક સમયે ડાબેરીઓનો ગઢ હતો પણ સ્થાનિક ડાબેરી નેતાઓ ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. તારકેશ્વર આરામબાગ લોકસભા બેઠકમાં આવે છે. ભાજપ 2019માં આરામબાગ લોકસભા બેઠક હારી ગયો હતો પણ તારકેશ્વર અને પરિપાલ વિધાનસભામાં તેણે સરસાઇ મેળવી હતી. અહીં ટીએમસી નબળી પડવાનું બીજું કારણ પક્ષનો આંતરકલહ છે.

કોઇ EVMને દોષ આપે તો સમજી લો કે તેનો ખેલ ખતમ છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હુગલીના તારકેશ્વરમાં રેલી કરી. તેમણે મમતા પર કટાક્ષ કરતા કહ્યું કે કોઇ ઇવીએમને દોષ આપવા માંડે તો સમજી લેવું કે તેનો ખેલ ખતમ થઇ ચૂક્યો છે. ક્રિકેટના મેદાન પર કોઇ ખેલાડી વારંવાર અમ્પાયર સામે સવાલો ઊઠાવે તો સમજી લો કે તેની રમતમાં ખોટ છે. બંગાળના લોકો દરેક પરીક્ષામાં પાસ થયા છે. ફેલ તો એ લોકો થયા છે કે જેમણે બંગાળનો વિકાસ નથી કર્યો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો