તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ સૌથી વધુ ચર્ચા કોરોના વેક્સિનની થઇ રહી છે. લોકોના મનમાં સવાલ ઊઠી રહ્યા છે કે વેક્સિનની અસર કેવી હશે? તે કારગત રહેશે? આડઅસરો કેટલી હશે? વગેરે... તેથી દૈનિક ભાસ્કરના નેશનલ એડિટર લક્ષ્મી પ્રસાદ પંત અને જયપુરના હેલ્થ રિપોર્ટર સંદીપ શર્માએ આ સવાલોનું સત્ય જાણવા પોતે વેક્સિન લીધી. તેમનો અનુભવ વાંચો...
કોરોના વેક્સિનના પરીક્ષણનું સત્ય વાચકો સમક્ષ આવી શકે તે માટે મેં જાતે આ પ્રક્રિયામાં ભાગ લેવાનું નક્કી કર્યું. જયપુરના હેલ્થ રિપોર્ટર સંદીપ શર્મા આ નિર્ણયમાં સહભાગી બન્યા. આ દિશામાં અમારું પહેલું પગલું વોલન્ટિયર તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનું રહ્યું. તે માટે અમે જયપુરની મહારાજા અગ્રસેન હોસ્પિ.માં પહોંચ્યા, જ્યાં વેક્સિનની ટ્રાયલ ચાલી રહી છે. વારો આવતાં અમને પહેલાં ટ્રાયલ વિશે જણાવાયું. પછી સહમતિ લેવાઇ કે અમે તે માટે સંપૂર્ણપણે તૈયાર છે. પછી સમજવા-સમજાવવાની લાંબી પ્રક્રિયા શરૂ થઇ પણ તે જરૂરી હતી અને સરળ પણ.
ત્યાર બાદ અમારા બધા ટેસ્ટ થયા. કોરોના અને બ્લડ ટેસ્ટ પણ થયા, કેમ કે જેમને કોરોના ન થયો હોય અને સ્વસ્થ હોય તેમને જ ટ્રાયલ વેક્સિન અપાય છે. ઔપચારિકતા પછી અમને વેક્સિન અપાઇ. પછી એક ડાયરી અપાઇ. તેમાં તબીયત ખરાબ થાય તો સંપર્ક કરવા સંબંધિતોના નંબર લખેલા હતા. ક્યારે શું લક્ષણ દેખાયા તેની વિગતો અમારે ડાયરીમાં લખવાની છે. ટ્રાયલની સફળતા માટે આ જરૂરી છે, કેમ કે વોલન્ટિયર્સના રિપોર્ટના આધારે જ કરોડો લોકોને વેક્સિન અપાવાની છે. બીજી એક વાત. અત્યાર સુધી અમે કોરોના અંગેના દરેક સમાચાર સૌથી પહેલાં આપવાની જવાબદારી નિભાવતા રહ્યા પણ આજે અમે તેની સાથે જોડાયેલી સદીની સૌથી હકારાત્મક કવાયતનો હિસ્સો બન્યા છીએ.
33 કલાક વીતી ગયા છે, દર 3 કલાકે અમારી તબિયત પૂછાય છે
અમે શનિવારે બપોરે 3 વાગ્યાની આસપાસ વેક્સિન લીધી હતી. ત્યારથી રવિવારે રાત્રે 12 વાગ્યા સુધીમાં 33 કલાક વીતી ચૂક્યા છે. અમે સંપૂર્ણપણે નોર્મલ છીએ. ડૉક્ટર દર 3 કલાકે ફોન કરીને ખબરઅંતર પૂછી રહ્યા છે. અમારા પર કોઇ પ્રકારનું નિયંત્રણ નથી કે અમને કોઇ પરેજી પાળવા પણ કહેવાયું નથી.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.