સુપ્રીમ કોર્ટમાં ED તરફથી દાખલ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 51 સાંસદ અને 71 વિધાયકોની વિરુદ્ધ મની લોન્ડ્રિંગના અધિનિયમનો કેસ દાખલ કરેલ છે. રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે આમાંથી કેટલા હાલના સાંસદ અને વિધાયક છે અને કેટલાક ભૂતપૂર્વ. આ મામલામાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને વેપારી વિજય નાયર પણ આરોપી છે.
ત્યાં દિલ્હી હાઇકોર્ટે સોમવારે CBI અને EDને નિર્દેશ આપવામાં આવ્યો છે કે દિલ્હીના કહેવાતા આબકારી ગોટાળાની તપાસ સંબંધે પ્રેસને આપેલાં નિવેદનોને અને જાહેરાતોને રજૂ કરે.
હાલના અને ભૂતપૂર્વ સાંસદ-વિધાયકોની વિરુદ્ધ કુલ 121 કેસ
CBIની કોર્ટમાં રજૂ કરેલા આવા જ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે હાલના અને ભૂતપૂર્વ સાંસદો અને વિધાયકોની વિરુદ્ધ કુલ 121 કેસ થયેલા છે. તેમાંથી 51 સાંસદ છે. જેમાં 14 હાલના અને 37 ભૂતપૂર્વ સંસદ સદસ્ય છે. 5નું નિધન થઇ ચૂક્યું છે.
એની સાથે જ CBIની સમક્ષ 112 વિધાનસભા સદસ્યોની વિરુદ્ધ કેસ છે. તેમાં 34 હાલના અને 78 ભૂતપૂર્વ વિધાયક છે, જ્યારે 9નું નિધન થઇ ચૂક્યું છે. આ રિપોર્ટમાં કહ્યું ગયું છે કે 37 સાંસદો વિરુદ્ધ CBIની તપાસ ચાલી રહી છે.
ભાજપા નેતાએ દાખલ કરી અરજી
સુપ્રીમ કોર્ટમાં બંને તપાસ એજન્સીઓના દાખલ રિપોર્ટ જેવાં તથ્યો કોર્ટમાં વરિષ્ઠ વકીલ વિજય હંસારિયા દ્વારા દાખલ રિપોર્ટમાં પણ છે. હંસારિયાને સુપ્રીમ કોર્ટે આ મામલામાં ન્યાયમિત્ર નિયુક્ત કરેલ છે. હકીકતમાં કોર્ટમાં ભાજપા નેતા અને અશ્વિની ઉપાધ્યાયે અરજી દાખલ કરી છે.
આમાં સાંસદો-વિધાયકોની વિરુદ્ધ મામલાની ઝડપથી સુનાવણી થાય તેવી માંગ કરી છે. હંસારિયાએ તેમના રિપોર્ટમાં સાંસદોની વિરુદ્ધ મામલાની સુનાવણીમાં ઘણું મોડું થાય છે તેનો ઉલ્લેખ કર્યો છે. કેટલાક તો 5 વર્ષથી વધુ સમયથી વિલંબિત છે. આ મામલામાં મંગળવારે સુનાવણી થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.